પઠાણકોટ એટેક : એસપી સલવિન્દરે માહિતી આપી

ગુરદાસપુર : પંજાબના એસપી સલવિન્દરસિંહે આજે કહ્યું હતું કે, પઠાણકોટમાં આઈએએફ બેઝ ઉપર હુમલા પહેલા સમયસર માહિતી આપી દેવામાં આવી હતી અને સુરક્ષા સંસ્થાઓને એલર્ટ કરી દેવામાં આવ્યા હતા જેથી મોટી હોનારત ટળી ગઇ હતી. એસપીએ દાવો કર્યો હતો કે, પાંચ સશસ્ત્ર શખ્સોએ તેમનું અપહરણ કરી લીધું હતું. તેઓ ૩૧મી ડિસેમ્બરની રાત્રે ધાર્મિક સ્થળમાં ગયા બાદ પરત ફરી રહ્યા હતા. તેમના અપહરણના દાવાને લઇને વરિષ્ઠ પોલીસ અધિકારીઓ ચિંતાતુર હતા.

એસપીએ કહ્યું હતું કે, તેમના વાહનને રોકવામાં આવ્યા બાદ તેઓ અને તેમના બે સાથીઓની ૩૧મી ડિસેમ્બરની રાત્રે ૧૧.૩૦ વાગે અપહરણ કરાયું હતું અને આ હુમલો વહેલી પરોઢે ૩.૩૦ વાગે કરાયો હતો. તેમણે દાવો કર્યો હતો કે, તેમની માહિતી ૧૦૦ ટકા સાચી હતી. માહિતીના લીધે મોટી ઘટના ટળી ગઇ છે. ગુરદાસપુર સરહદી જિલ્લાથી અન્ડર ટ્રાન્સફર રહેલા સલવિન્દરસિંહે કહ્યું હતું કે, તેઓએ તેમના વરિષ્ઠ અધિકારીઓને અપહરણ અંગે માહિતી આપી હતી.

સિનિયર અધિકારીઓ પઠાણકોટ પણ પહોંચી ગયા હતા. સુરક્ષા સંસ્થાઓને ચેતવણી અપાઈ હતી. વધારે પડતા હથિયારો સાથે ત્રાસવાદીઓ હોવાથી તેઓ અથડામણમાં ઉતરી શકે તેવી સ્થિતિમાં ન હતા. ગોળીબાર કરવાની ધમકી પણ આપવામાં આવી હતી. અમારી આંખ પર પટ્ટી બાંધી દેવામાં આવી હતી. એ વખતે તેમની પાસે કોઇ હથિયાર ન હતા. તેઓ ધાર્મિક સ્થળથી પરત ફરી રહ્યા હતા. તેમની પાસે એકે ૪૭ અને જુદી જુદી બેગો હતી.

આ લોકો ઉર્દુ, પંજાબી અને હિન્દી બોલી રહ્યા હતા. ત્રાસવાદીઓએ તેમના મોબાઇલ ફોનને આંચકી લીધો હતો અને તેમના સાથીનો મોબાઇલ પણ આંચકી લીધો હતો. તે વખતે તેમની સાથે જે અન્ય બે લોકો હતા તેમાં તેમના મિત્ર રાજેશ વર્માનો સમાવેશ થાય છે. રાજેશ વર્મા ડ્રાઇવિંગ કરી રહ્યા હતા. મોડેથી અમને આ લોકો ત્રાસવાદી હોવાની માહિતી મળી હતી.

સલવિન્દરસિંહે કહ્યું હતું કે, જ્યારે તેમના ગનમેને તેમના મોબાઇલ ફોન ઉપર કોલ કર્યો ત્યારે એસપી સાહેબ કહીને ઉચ્ચારણમાં વાત કરી હતી. સલામ વેલાકુમ કહીને ફોન કાપી નાંખવામાં આવ્યો હતો.

You might also like