ગુરદાસપુર જેવી છે પઠાણકોટ હુમલાની પેટર્ન

નવી દિલ્હી: પંજાબના પઠાણકોટમાં શનિવારે સવારે એરબેઝ પર થયેલા આતંકી હુમલાએ ઘણા સવાલ ઊભા કર્યા છે. પાકિસ્તાનની બોર્ડરથી માત્ર ૨૦ કિ.મી. દૂર પઠાણકોટને નિશાન બનાવ્યાની સાજિશના સમાચાર આવ્યા હતા.

પઠાણ કોટ પંજાબ, જમ્મુ કાશ્મીર અને હિમાચલ પ્રદેશની બોર્ડરની નજીક છે. આ શહેર પાકિસ્તાનની બોર્ડરથી જોડાયેલું છે. અહીં એરબેઝ ઉપરાંત આર્મી બેઝ પણ છે. પઠાણકોટ બેઝ એરફોર્સની વેસ્ટર્ન કમાંડ હેઠળ આવે છે. જે બોર્ડરની એકપણ નજીક છે.

૧૯૬૫-૧૯૭૧ની જંગમાં આ એરબેઝનો રોલ મોટો રહ્યો છે. તેની અંદર મિગ ૨૧ હાજર રહે છે. દેશની એર સિક્યોરિટી જાળવી રાખવામાં આ બેઝનો સૌથી મોટો રોલ છે. એરફોર્સની ૧૮ વિંગ અહીં છે. એરફોર્સ અધિકારીઓના પરિવારો પણ બેઝની અંદર રહે છે.

આ હુમલાની પેટર્ન જુલાઈમાં પંજાબના ગુરદાસપુરના દીનાનગર પોલીસ સ્ટેશન પર થયેલા હુમલા જેવી છે. આર્મી ઈન્ટેલિજન્સ, આઈબી અને રોને સંપૂર્ણ વિશ્વાસ છે કે આ આતંકવાદીઓ પાકિસ્તાનના રસ્તેથી જ આવ્યા છે. ગુરુદાસપુર અને પઠાણકોટની નજીક રાવી નદી છે. સૂત્રોનું કહેવું છે કે આ સમગ્ર વિસ્તાર પર નજર રાખવામાં આવે છે, પરંતુ ઊંચું ઘાસ હોવાના કારણે ઘણી વખત આતંકવાદીઓ ઘૂસણખોરી કરવામાં સફળ રહે છે.

આતંકવાદીઓ મુખ્ય પ્રવેશદ્વારના રસ્તે આવ્યા. એવું જણાવવામાં આવી રહ્યું છે કે આર્મીના ગણવેશમાં હોવાના કારણે આ આતંકવાદીઓને એન્ટ્રી મળી ગઈ. ચારે આતંકવાદીઓએ બે લેયરની સિક્યોરિટી તોડીને ગ્રેનેડથી હુમલો કર્યો. બે આતંકવાદીઓ મૃત્યુ પામ્યા અને બાકીના આતંકવાદીઓ એરફોર્સના ટેકનિકલ એરિયા અને રહેણાક વિસ્તારમાં વહેંચાઈ ગયા.

સુરક્ષા વ્યવસ્થાની નિષ્ફળતા ?
શુક્રવારે પઠાણકોટમાં એક એસપી સલવિન્દરસિંઘના કિડનેપિંગની કોશિશ બાદથી પોલીસ એલર્ટ પર હતી. શુક્રવારે સાંજથી આ વિસ્તારમાં નાકાબંધી હતી અને આતંકવાદી હુમલાની એલર્ટ બાદ તપાસ પણ ચાલુ હતી. આખા પંજાબમાં ૧૨ કલાક પહેલાથી હાઈએલર્ટ જારી કરાયું હતું. તેમ છતાં પણ હુમલો થયો. રિટાયર્ડ એર માર્શલ એ.કે. સિંહે જણાવ્યું કે એરવેઝનો વિસ્તાર મોટો હોય છે. ત્યાં ચારથી પાંચ લેયર સિક્યોરિટી હોય છે. સિંહે જણાવ્યું કે એવું ન માનવું જોઈએ કે આ સિક્યોરિટીની નિષ્ફળતા છે કેમ કે તેઓ ફિદાઈન હુમલાખોર હતા. તેઓ એરબેઝની અંદરના સંવેદનશીલ વિસ્તારો સુધી પહોંચી શક્યા નથી.

જ્યાં પ્લેન ઊભાં હોય છે ત્યાં સુધી પહોંચવું મુશ્કેલ હોય છે. રાહતની વાત એ છે કે તેમણે ડોમેસ્ટિક એરિયામાં જ રોકી દેવાયા. સંરક્ષણ નિષ્ણાત પ્રફુલ્લ બક્ષીએ જણાવ્યું કે જ્યારે પાકિસ્તાન બોર્ડર પાસે એક શહેરના એસ.પી.નું અપહરણ થાય છે તો સમગ્ર વિસ્તાર આર્મીના હવાલે કેમ ન કરાયો ? પંજાબ એડમિનિસ્ટ્રેશન તરફથી ભૂલ તો થઈ છે.

You might also like