પઠાણકોટ હુમલા બાદ ISIએ જૈશનો ટ્રેનિંગ કેમ્પ બીજે ખસેડ્યો

નવી દિલ્હી: પાકિસ્તાનની જાસૂસી સંસ્થા આઈએસઆઈએ પઠાણકોટ હુમલા માટે ત્રાસવાદીઓને તાલીમ આપવા માટે ઉપયોગમાં લીધેલી સામગ્રી અને કેમ્પને બીજી જગ્યાએ શિફ્ટ કરવાનો આદેશ કર્યો છે એવું સરકાર સાથે સંકળાયેલાં સૂત્રો દ્વારા જાણવા મળ્યું છે.

ભારતીય ગુપ્તચર એજન્સીઓને એવા સુરાગ મળ્યા છે કે પાકિસ્તાનમાં આવેલા ફોર્ટ મોજગઢનો આતંકી સંગઠન જૈશ-એ-મોહમ્મદના ખાસ ઓપરેશનમાં ત્રાસવાદીઓને તાલીમ આપવા માટે ઉપયોગ કરવામાં આવે છે. ગુપ્તચર અહેવાલો અનુસાર પઠાણકોટ હુમલા બાદ જૈશ-એ-મોહમ્મદના યુનિટને ત્યાંથી હટાવીને બહાવલપુરમાં શિફ્ટ કરી દીધું છે, જોકે તેઓ પોતાનાં હથિયારો સાથે લઈ ગયા નથી. સેટેલાઈટ દ્વારા સામે આવેલી તસવીરો પરથી જાણવા મળ્યું છે કે ફોર્ટના નુકસાનગ્રસ્ત ભાગમાં બે મોટાં સંકુલ બનાવવામાં આવ્યાં છે.

You might also like