પઠાણકોટ હુમલાના તાર મેરઠ સાથે જોડાયા, પુરાવા મળ્યા

મેરઠ: પઠાણકોટ અેરબેઝ પર થયેલા અાતંકી હુમલાના તાર મેરઠ સાથે જોડાયેલા છે. અા સ્થિતિમાં ગઈ કાલે એનઅાઈઅેની ટીમ એક અાતંકવાદીને લઈને મેરઠ પહોંચી. અહીં પોલીસ ફોર્સને લઈને શહેરમાં બે જગ્યાઅે દરોડા પડાયા. પોલીસના જણાવ્યા મુજબ અેનઅાઈઅેની ટીમ જે અાતંકવાદી લઈને અાવી હતી તે અહીં એક ફેક્ટરીમાં સિક્યોરિટી ગાર્ડની નોકરી કરી ચૂક્યો છે.

એનઅાઈઅેના એક અધિકારી સોમવારે બપોરે બે વાગ્યે પોતાની ટીમ સાથે પરતાપુર પહોંચ્યા હતા. તેમની સાથે એક અાતંકવાદી પણ હતો. તેની અોરિસાથી ધરપકડ કરાઈ હતી.

એનઅાઈઅેના ડીઆઈજી પ્રશાંત કુમારે ડીઅાઈજી રેન્જ અાશુતોષ કુમાર સાથે ફોન પર વાતચીત કરીને મેરઠમાં દરોડા પાડ્યાની જાણકારી અાપી. અા મુદ્દે તેમણે એસપી ટ્રાફિક પી. કે. તિવારીને એનઅાઈઅેની ટીમને ફોર્સ ઉપલબ્ધ કરાવવાના અાદેશ અાપ્યા. ત્યાર બાદ અેનઅાઈઅેની ટીમ દિલ્હી રોડથી કેમ્પ ક્ષેત્ર, બ્રહ્મપુરી અને લિસાડીગેટ પહોંચી.

એનઅાઈઅે ટીમે લગભગ ત્રણ કલાકમાં ઘણી જગ્યાઅોઅે દરોડા પાડ્યા. પોલીસના જણાવ્યા મુજબ એનઅાઈઅેની ટીમની સાથે અાવેલા અાતંકીઅોઅે જણાવ્યું કે તેણે એક ફેક્ટરીમાં લગભગ છ મહિના સિક્યોરિટી ગાર્ડની નોકરી કરી હતી. પોલીસે જણાવ્યું કે અા અાતંકી અોરિસામાં અાવેલી અેક ઘટનામાં પકડાયો હતો. ટીમને જાણકારી મળી છે કે અા અાતંકી પઠાણકોટ અેરબેઝ પર હુમલો કરનારા અાતંકવાદીઅો સાથે પણ સંપર્કમાં હતો. ડીઅાઈજી અાષુતોશ કુમારે જણાવ્યું કે એનઅાઈએની ટીમ એક અાતંકવાદીને લઈને મેરઠ અાવી હતી. અાતંકીએ જણાવ્યું કે તે મેરઠમાં એક ફેકટરીમાં કામ કરતો હતો. તપાસ બાદ ટીમ પરત ફરી છે.

You might also like