અાનંદો! ભારતમાં પણ હવે ત્રણ મહિનાની ‘પેટરનિટી લિવ’ મળશે

નવી દિલ્હી: બાળકના જન્મ બાદ તેના ઉછેરમાં માતા-પિતાની ભૂમિકા બરાબરની હોય છે. અા જ વાત પર સિક્કો મારવા માટે એક બિનસરકારી બિલમાં તમામ ક્ષેત્રોમાં કામ કરનારા કર્મચારીઅો માટે ત્રણ મહિના સુધીની પેટર‌િનટી લિવનો પ્રસ્તાવ કરાયો છે. પેટર‌િનટી બિલ-૨૦૧૭ પર સંસદના અાગામી સત્રમાં વિચાર કરવામાં અાવશે.

અા બિલમાં એ વાત પર ભાર અપાયો છે કે બાળકના જન્મની સ્થિતિમાં માતા-પિતા બંનેને એકસરખો લાભ મળી શકે છે. કોંગ્રેસના સાંસદ રાજીવ સાતવ અા બિલના પ્રસ્તાવક છે. તેમનું કહેવું છે કે બાળકનો ઉછેર માતા-િપતા બંનેની સંયુક્ત જવાબદારી છે અને બાળકના ઉછેરમાં બંનેઅે સમય અાપવો જોઈઅે.

સાંસદે કહ્યું કે બિલથી પ્રાઈવેટ અને બિનસંગઠિત ક્ષેત્રમાં કામ કરનારા ૩૨ કરોડથી વધુ લોકોને ફાયદો થશે. હાલમાં અખિલ ભારતીય અને કેન્દ્રીય સિવિલ સેવા નિયમો હેઠળ કેન્દ્ર સરકારના કર્મચારીઅોને ૧૫ દિવસની પેટર‌િનટી લિવ મળે છે. કેટલાંક કોર્પોરેટ હાઉસ પણ પોતાના કર્મચારીઅોને અા રજાનો લાભ અાપે છે.

જો અા બિલને કાયદાનું રૂપ મળી જાય તો તેનાથી પેટર‌િનટી લિવની સુવિધા વધી જશે. અા ઉપરાંત દરેક કર્મચારીને અા સુવિધા મળી શકશે. આ બિલમાં પ્રસ્તાવ રખાયો છે કે પેટર‌િનટી લિવ બાળકના જન્મ બાદ ત્રણ મહિના માટે હશે.

You might also like