VIDEO: જો બનશે ભાજપ સરકાર, તો પાટીદાર હશે મુખ્યમંત્રીઃ સૂત્ર

ગુજરાતમાં ભાજપ મતદાન પહેલા જાતીય સમિકરણોને ધ્યાનમાં રાખતા કોઈ પટેલને મુખ્યમંત્રી જાહેર કરી શકે છે. આ પદ માટે ઉપ મુખ્યમંત્રી નિતિન પટેલને યોગ્ય માનવામાં આવી રહ્યાં છે. ભાજપે પટેલ મતદારોને રિઝવવા માટે આ દિશામાં વિચારવાનું શરૂ પણ કરી દીધું છે.

ગુજરાત વિધાનસભા માટે પહેલા ચરણનું મતદાન 9 તારીખે યોજાવાનું છે. જો કે 7મી ડિસેમ્બરે ચૂંટણી પ્રચારનાં પડઘમ બિલકુલ શાંત પડી જશે. અત્યાર સુધીનાં ચૂંટણી પ્રચારમાં પટેલોનાં વિસ્તારોમાં ભાજપની રેલીઓ સામાન્ય રહી છે. પ્રધાનમંત્રી મોદીની રેલીઓમાં ભીડ તો ઉમટી રહી છે પરંતુ આ ભીડમાં ઉત્સાહની કમી જોવા મળી રહી છે.

2007 અને 2012ની ચૂંટણીમાં લોકોમાં જે પ્રકારે ઉત્સાહ જોવા મળ્યો હતો. તે ઉત્સાહ 2017માં નથી જોવા મળી રહ્યો. તો બીજી તરફ કોંગ્રેસનો પ્રભાવ પણ પાટીદારોનાં વિસ્તારોમાં જોવા મળી રહ્યો છે. જો સૂત્રોનું માનીએ તો, રાજ્યનાં માહોલની સમીક્ષા કર્યા બાદ ભાજપ હાલમાં એવું વાતાવરણ બનાવી રહી છે કે તે પટેલોની સાથે જ છે.

તેમજ ચૂંટણી બાદ પણ રાજ્યની કમાન પટેલોનાં હાથમાં જ રહેશે. જો કે આ માટે જરૂરી છે કે ભાજપ પહેલા તબક્કાનાં મતદાન પહેલા મુખ્યમંત્રી પદનાં દાવેદારની જાહેરાત કરી દે. ત્યારે હવે જોવાનું એ રહ્યું કે, ભાજપ પાટીદારોનાં પત્તા પર સિક્કો મારી પાટીદારોને રિઝવવામાં સફળ રહે છે કે નહીં.

You might also like