ગુજરાતની લિસ્ટેડ કંપનીઓમાં પટેલ ડિરેક્ટર્સનું વર્ચસ્વ

અમદાવાદ: રાજ્યમાં લિસ્ટેડ કંપનીઓની સંખ્યા ૧૩૩ છે. આ કંપનીઓમાં ‘પટેલ’ અટક ધરાવતા ડિરેક્ટર્સનો દબદબો જોવા મળી રહ્યો છે. પ્રાઇમ ડેટા બેઇઝના રિપોર્ટ મુજબ ગુજરાતની લિસ્ટેડ કંપનીઓમાં પટેલ અટક ધરાવતા ડિરેક્ટર્સની સંખ્યા સૌથી વધુ ૧૧૪ જોવા મળી રહી છે.

રિપોર્ટમાં જણાવ્યા પ્રમાણે િલસ્ટેડ કંપનીઓમાં જુદા જુદા અટકધારી ડિરેક્ટર્સનું કુલ સંખ્યાબળ ૧૧૧૭ થવા જાય છે. રાજ્યની લિસ્ટેડ કંપનીઓમાં શાહ અટક ધરાવતા ડિરેક્ટર્સની કુલ સંખ્યા ૭૦ થવા જાય છે, જે સંખ્યાબળની દૃષ્ટિએ બીજા ક્રમે આવે છે.

દેશમાં ગુજરાત ઔદ્યોગિક રીતે પ્રથમ હરોળનું રાજ્ય છે. રાજ્યમાં ફાર્માસ્યુટિકલ, કેમિકલ્સ, ટેક્સટાઇલ, એન્જિનિયરિંગ સહિત વિવિધ સેક્ટરમાં કારોબાર ધરાવતી લિસ્ટેડ કંપનીઓની સંખ્યા ૧૩૩ થવા જાય છે.

પ્રાઇમ ડેટા બેઇઝના રિપોર્ટ મુજબ ગુજરાતમાં લિસ્ટેડ કંપનીઓમાં મહેતા અટક ધરાવતા ડિરેક્ટર્સની સંખ્યા ૩૩ અને જૈન અટક ધરાવતા ડિરેક્ટર્સની સંખ્યા ૩૧ થવા જાય છે, જ્યારે દેશમાં ‘અગ્રવાલ’ અટક ધરાવતા ડિરેક્ટર્સની સંખ્યા સૌથી વધુ ૩૪૪ છે. ‘ગુપ્તા’ અટક ધરાવતા ડિરેક્ટર્સનું સંખ્યાબળ બીજા ક્રમે ૨૮૧ થવા જાય છે.

રાજ્યમાં જુદી જુદી અટકવાળા ડિરેક્ટર્સની કુલ સંખ્યા
અટક ડિરેક્ટર્સની કુલ સંખ્યા
પટેલ ૧૧૪
શાહ ૭૦
મહેતા ૩૩
જૈન ૩૧
ગાંધી ૨૭
દેસાઈ ૨૧
પરીખ ૧૯
સિંઘ ૧૫
અગ્રવાલ ૧૩
ઠક્કર ૧૨
શર્મા ૧૧
શ્રોફ ૧૧
અદાણી ૧૧
ભંડારી ૧૧
અમીન ૧૦
સંઘવી ૧૦
જોશી ૯
કુમાર ૮
લાલ ૮
ગુપ્તા ૮
વ્યાસ ૭
સોમાણી ૬
ગોયેન્કા ૬
અગ્રવાલ ૬

અટક ડિરેક્ટર્સની કુલ સંખ્યા
અરોરા ૫
ભાર્ગવ ૫
ધોળકિયા ૫
દાલમિયા ૫
શુક્લા ૫
શાબુ ૫
રાવલ ૪
રયાણી ૪
સાવલા ૪
વડોદરિયા ૪
ચૌધરી ૪
ચુન્ગો ૪
દોશી ૪
ગોયેલ ૪
બિરલા ૪
ચંદરિયા ૪
બુચ ૪
ચિરિપાલ ૪
અંબાણી ૪
મહેશ્વરી ૪
ખેતાન ૪
રામ ૪
મિશ્રા ૪
મુંજાલ ૪

You might also like