રાષ્ટ્રદ્રોહની કલમો રદ્દ થતા ભાજપમાં સોપો : પાટીદારો ગેલમાં

અમદાવાદ : ગુજરાત હાઇકોર્ટ દ્વારા પટેલ અનામત્ત આંદોલનનાં સુત્રધાર હાર્દિક પટેલ સામેની રાષ્ટ્રદ્રોહની કલમો હટાવવા માટેનાં આદેશો આપ્યા હતા. જેનાં પગલે હાર્દિકનાં સમર્થકો સહિત સમગ્ર પાટીદાર સમાજમાં જાણે ઉત્સાહ અને ઉત્સવનો માહોલ જોવા મળી રહો છે. જો કે રાજદ્રોહની કલમો હટાવવાનાં હાઇકોર્ટનાં આદેશ બાદ સરકાર અને ભાજપમાં સોપો પડી ગયો છે. જ્યારે પાટીદારો અને વિપક્ષ બંન્ને ગેલમાં આવી ગયા છે. પાટીદારોએ હાર્દિક સામેની રાષ્ટ્રદ્રોહની કલમો હટાવવાનાં આદેશને પહેલી જીત ગણાવી હતી.
ગુજરાતનાં વિવિધ શહેરોમાં હાર્દિક પરથી રાષ્ટ્રદ્રોહની કલમો હટવાનાં આદેશ બાદ પાટીદારોએ ઉજવણી કરી હતી. મોટા પ્રમાણમાં ફટાકડા ફોડ્યા હતા અને ઉજવણી કરી હતી. પાટીદાર અગ્રણીઓમનું મંતવ્ય હતું કે 01 તારીખે પહેલી જીત થઇ છે અને 02 તારીખે બીજી જીત થશે. અત્રે ઉલ્લેખનીય છે કે 2 તારીખે કોર્પોરેશન અને પંચાયતની ચૂંટણીનાં પરિણામો છે. જેમાં પાટીદારો અને ભાજપ બંન્નેનાં પાણી મપાઇ જશે.
તો બીજી તરફ રાજકીય ગલિયારાઓમાં એવી ચર્ચા ચાલી રહી છે કે હાર્દિક સામે આવી આકરી કલમો સમજ્યા વિચાર્યા વગર લગાવવા બદલ સાહેબે બેનને ખુબ ખખડાવ્યા હોવાની ચર્ચા ચાલી રહી છે. જો કે આ વાતમાં કેટલી સચ્ચાઇ છે તે તો હવે બેન અથવા તો સાહેબ જ જણાવી શકે. હાલ તો પાટીદારો ગેલમાં છે. હાર્દિક જેલમાં છે.

You might also like