પતંજલિ આયુર્વેદનું 1000 કરોડ કમાવાનું લક્ષ્ય, એમેઝોન-ફ્લિપકાર્ટ સાથે ભાગીદારી

નવી દિલ્હી, બુધવાર
બાબા રામદેવની કંપની પતંજલિ આયુર્વેદે ગઈ કાલે તેનાં એફએમસીજીનાં ઉત્પાદનોના વેચાણ માટે ઈ-કોમર્સ બજારમાં પ્રવેશવાની જાહેરાત કરી હતી, જેમાં કંપનીએ માર્કેટમાં એમેઝોન અને ‌ફ્ર્લિપકાર્ટ જેવાં ગ્રૂપ સાથે ભાગીદારી કરીને આ વર્ષે ૧૦૦૦ કરોડનું વેચાણ કરવાનો લક્ષ્યાંક રાખ્યો છે તેમજ બે વર્ષમાં કંપનીનું ટર્નઓવર ૨૦ હજાર કરોડ કરીને નિકાસથી લઈ ગ્રામ્ય િવસ્તારમાં કંપનીનું નેટવર્ક વિસ્તારવા અંગે આયોજન હાથ ધરવામાં આવ્યું છે.

હ‌િરદ્વારની આ કંપનીએ વધુમાં જણાવ્યું છે કે કંપનીએ આઠ ગ્રૂપ સાથે ભાગીદારી કરી છે તેમાં ગ્રોફર્સ, શોપક્લૂઝ, બિગ બાસ્કેટ, વન એમજી, પેટીએમ-મોલ અને નેટમેડસનો સમાવેશ થાય છે. કંપની આ ભાગીદારો સાથે તેના દરથી તેની ઉત્પા‌િદત ચીજો પૂરી પાડશે તેમજ કંપની ટૂંક સમયમાં જ નવા સેગ્મેન્ટ તરીકે ‌મિનરલ વોટર તરીકે દિવ્ય જળના બ્રાન્ડ નેમથી અને એપરલ અને ફૂટવેરને પણ બ્રાન્ડ નેમથી આ વર્ષથી જ વેચવાનું શરૂ કરશે.

આ અંગે યોગગુરુ બાબા રામદેવે જણાવ્યું કે ઓનલાઈન માધ્યમનો હેતુ પારંપરિક છૂટક બજારને વિસ્તારવા સાથે સુવિધાજનક અને કુશળ વિકલ્પ ઊભો કરવાનો છે. અમે આ વર્ષે કંપનીની વિવિધ ચીજોનું ૧૦૦૦ કરોડનું વેચાણ કરવાનો લક્ષ્યાંક રાખ્યો છે, પરંતુ જો શક્ય હશે તો અમે તેનાથી પણ વધુ વેચાણ કરવાની અપેક્ષા રાખી રહ્યા છીએ.

પતંજલિએ આયુર્વેદ ડોટ નેટ પ્લેટફોર્મ દ્વારા તેની સ્વદેશી ઉત્પાદનની ચીજોનું વેચાણ શરૂ કરી દીધું છે. હાલ તો આવું વેચાણ પ્રાયોગિક ધોરણે કરવામાં આવી રહ્યું છે, પરંતુ તેનાં પરિણામ ઉત્સાહજનક છે. તેથી ઓનલાઈન બજારમાં કંપની કેટલાક ફેરફાર સાથે તેના વેચાણમાં ૧૫૦ ટકા વધારો કરવા માગે છે.

You might also like