પતંજલિ નૂડલ્સમાં જંતુ મળતા ભારે સનસનાટી

નવીદિલ્હી : સ્વામી રામદેવના બ્રેઇન ચાઇલ્ડ પતંજલિ આટા નૂડલ્સ વિવાદના ઘેરામાં છે. હરિયાણાના જિંદમાં તેના પેકેટમાં જંતુઓ મળી આવ્યા બાદ ખળભળાટ મચી ગયો છે. અહેવાલમાં જણાવવામાં આવ્યું છે કે, નરવાણામાં સ્વદેશી સ્ટોર માંથી પેકેટની ખરીદી કરવામાં આવ્યા બાદ સીલ કરવામાં આવેલા પેકની અંદર જંતુઓ મળી આવ્યા હતા. આ વ્યક્તિએ પતંજલિ સામે કાયદેસરનો દાવો માણી દીધો છે.

રામદેવે નેસ્લે મેગી પર પ્રતિબંધ મુકવામાં આવ્યા બાદ તરત જ પતાંજલિ આટા નૂડલ્સની શરૃઆત કરી હતી. હવે દુકાનદારે પણ કબૂલાત કરી છે કે, તેની દુકાન પરથી આ પેકેટની ખરીદી કરવામાં આવી હતી. મામલો કોર્ટમાં પહોંચશે તો બાબા રામદેવની પ્રતિષ્ઠાને પણ ફટકો પડશે. હાલમાં આ મામલે ખરીદદારા દ્વારા વિચારણા હેઠળ છે.

You might also like