જીપ પલટી ખાઈ જતાં ત્રણનાં મોતઃ પાંચની હાલત ગંભીર

અમદાવાદ: પાટણ સાંતલપુર હાઈ વે પર અાજે વહેલી સવારે મુસાફરો ભરેલી જીપ પલટી ખાઈ જતાં ત્રણ વ્યક્તિઓનાં ગંભીર ઈજા થવાનાં કારણે ઘટનાસ્થળે મોત થયાં હતાં જ્યારે પાંચ વ્યક્તિની સ્થિતિ અત્યંત નાજુક હોવાનું જાણવા મળે છે.

પ્રાપ્ત માહિતી પ્રમાણે અા અંગેની વિગત એવી છે કે કચ્છનો રહીશ એક પરિવારના સભ્યો સાથે જીપમાં બેસી રાધનપુર તરફ જઈ રહ્યાે હતાે ત્યારે ડ્રાઈવરને ઝોકું અાવી જતાં અાજે વહેલી સવારે જીપ પલટી ખાઈ જતાં અા ઘટના બની હતી.
જેમાં ત્રણ વ્યક્તિનાં મોત થયાં હતાં જ્યારે પાંચને ગંભીર ઈજાઓ પહોંચી હતી.  અા ઉપરાંત ધોળકા નજીક ગાણોલ રોડ પર ટ્રેક્ટરની ટ્રોલી પાછળ બાઈક ઘૂસી જતાં મેહુલભાઈ તથા કિરપાલસિંહ નામના બે યુવાનના ગંભીર ઈજા થવાથી ઘટનાસ્થળે મોત થયાં હતાં. જ્યારે ભાર્ગવસિંહને ગંભીર ઈજાઓ પહોંચી હતી.

તલાલા દીવ મલાલા ગામ પાસે રોડ પર એક જીપ પલટી ખાઈ જતાં દીવ ફરવા જઈ રહેલા મેહુલ પરીખ અને જયદીપ પટેલ નામના બે યુવાનનાં મોત થયાં હતાં જ્યારે ચાર યુવાનને ગંભીર ઈજાઓ પહોંચી હતી.  જ્યારે બીજા અકસ્માતમાં અાજ સ્થળે ગુંદરણ ગામ નજીક ટ્રકે રિક્ષાને ટક્કર મારતાં બે મહિલાનાં મોત થયાં હતાં. જ્યારે ત્રણ મહિલાઓને ગંભીર ઈજાઓ પહોંચી હતી.  પોલીસે અા અંગે અકસ્માતે મોતના ગુના દાખલ કરી અાગળની કાર્યવાહી હાથ ધરી છે.

You might also like