VIDEO: પાટણમાં ધોરણ 10ની પરીક્ષામાં બે ડમી વિદ્યાર્થીઓ ઝડપાયાં

પાટણની પાયોનિયર સ્કૂલમાં ધોરણ10ની પરીક્ષામાં બે ડમી વિધાર્થીઓ ઝડપાયાં છે. રૂમ નંબર 30 અને 31માંથી રિસીપ્ટ ચેકિંગ દરમ્યાન ઝડપાયાં છે અને ડમી વિધાર્થીઓ સામે પોલીસ ફરિયાદ થશે તેવું જિલ્લા શિક્ષ ણાધિકારીએ જણાવ્યું હતું.

ઉલ્લેખનીય છે કે આજથી શરૂ થયેલ ધોરણ 10ની પરિક્ષાને લઈને પાટણ જીલ્લા શિક્ષણ વિભાગ દ્વારા વિદ્યાર્થીઓ શાંતિપૂર્ણ માહોલમાં પરિક્ષા આપી શકે તેનાં ભાગ રૂપે તમામ પ્રકારનાં આયોજન કરવામાં આવ્યાં હતાં જેમાં આજ રોજ ધોરણ 10નાં વિદ્યાર્થીઓને વિવિધ સંગઠનો દ્વારા કુમકુમ તિલક તેમજ મોં મીઠું કરાવીને આવકારવામાં આવ્યાં હતાં.

સાથે શિક્ષણ વિભાગ દ્વારા પણ બોર્ડની પરિક્ષાને જીલ્લામાં બે જોનમાં ગોઠવવામાં આવી છે. પાટણનાં ઝોન ૨૫માં જેમાં ૧૧ પરીક્ષા કેન્દ્રો ઉપર ૪૪ બિલ્ડીંગમાં ૫૪૧ બ્લોક છે. જ્યારે હારીજ જોન ૭૫માં ૧૦ કેન્દ્રોમાં ૩૬ બિલ્ડીંગમાં ૪૧૫ બ્લોક છે.

આમ કુલ ૯૫૬ બ્લોક અને ૮૦ બિલ્ડીંગોમાં કુલ,૨૭,૮૨૬ વિદ્યાર્થીઓ શાંતીપૂર્ણ વ્યવસ્થામાં પરિક્ષા આપી શકે તેની તમામ તકેદારી રાખવામાં આવી છે. તો તમામ સેન્ટરોમાં સીસીટીવી તેમજ ટેબ્લેટથી સજ્જ કરવામાં આવ્યાં છે. તો આ સાથે જ શાળાઓમાં બહારથી વાલીઓ દ્વારા કોઈ ગેરરીતિઓનાં પ્રયાસ કરવામાં ના આવે તેનાં માટે પણ ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે.

જો કે મહત્વની બાબત એ છે કે આજે પ્રથમ ધોરણ 10નાં ગુજરાતીનાં પેપરમાંજ પાટણની પાયોનીયર સ્કુલમાં બે ડમી વિદ્યાર્થીઓ રીસીપ્ટ ચેકિંગ દરમ્યાન ઝડપાયાં હતાં. આ બંને વિદ્યાર્થીઓ એકબીજાની જગ્યાએ ગેરકાયદેસર પરિક્ષા આપવા બેઠાં હતાં કે જેઓ પકડાઈ જતાં બંનેને પોલીસનાં હવાલે કરવાની તજવીજ શાળા સંચાલકો દ્વારા હાથ ધરવામાં આવી છે.

You might also like