કોંગ્રેસ દ્વારા “પાટણ સિવિલ બચાવો” આંદોલન હજુ પણ ચાલુ, રેકોર્ડ સર્જાશે

“પાટણ સિવિલ બચાવો” આંદોલન ગુજરાતમાં રેકોર્ડ સર્જવા જઇ રહ્યું છે. પાટણ કોંગ્રેસ સમિતિ દ્વારા “પાટણ સિવિલ બચાવો” આંદોલન શરૂ કરાવામાં આવ્યું છે. કોંગ્રેસના કાર્યકરો તેમજ આગેવાનો દર સોમવારે સિવિલ હોસ્પિટલના દરવાજા આગળ વિરોધ પ્રદર્શન કરે છે.

પાટણ કોંગ્રેસ સમિતિ સરકાર વિરુદ્ધ ઉગ્ર સૂત્રોચ્ચાર કરી દર સોમવારે વિરોધ નોંધાવે છે અને વિરોધ પ્રદર્શન દરમિયાન દોઢ લાખ ઉપરાંત જેવા પીડિતોની કે ગ્રાહકોની સહીઓ પણ ભેગી કરે છે. આ આંદોલનને આજે 131 સોમવાર પૂરા થયા છે. કોંગ્રેસે પાટણ સિવિલ બચાવો આંદોલન 2016માં શરૂ કર્યું હતું.

ઉલ્લેખનીય છે કે, પાટણ સિવિલ હોસ્પિટલને ધારપુર હોસ્પિટલ ખસેડાતા દર્દીઓને ભારે મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે. જે મુદ્દાને લઇને પાટણ કોંગ્રેસ દ્વારા “પાટણ સિવિલ બચાવો ” આંદોલન શરૂ કરવામાં આવ્યું છે.

પાટણનીસરકારી સિવિલ હોસ્પિટલમાં દર્દીઓ માટે પૂરતી તબીબી સુવિધાઓ કરવાની માંગ સાથે કોંગ્રેસ દ્વારા દર સોમવારે પીડિતો અને કોંગ્રેસના કાર્યકરો સાથે આંદોલન કરવામાં આવે છે. ઉલ્લેખનીય છે કે પાટણ નગરપાલિકામાં કોંગ્રેસની સત્તા હોવાથી સિવિલનો વહીવટ પાલિકાને સોંપવામાં આવે તેવી પણ કોંગ્રેસે રાજ્ય સરકાર પાસે માગણી કરી છે.

પાટણ શહેર કોંગ્રેસ પ્રમુખ લાલેશ ઠક્કરે પહેલા પણ જણાવ્યું હતું કે, નગરપાલિકાને સિવિલ હોસ્પિટલ ચલાવવા આપે તો પૂરતા ડોકટર સ્ટાફ ભરતી કરી, પાર્કિગ, કેન્ટીન, દર્દીને રહેવાની સગવડ સહિતની પાયાની સગવડો પૂરી પાડવા કોંગ્રેસ તૈયાર છે. જો કે સરકાર આ મામલે કોઈ એક્શન લઈ રહી નથી, તેથી કોંગ્રેસ પણ સતત આંદોલનમાં વિરોધ દર્શાવી રહી છે.

You might also like