છત્તીસગઢમાં પાદરી દંપતીને જીવતું સળગાવવાનો પ્રયાસ

રાયપુર: છત્તીસગઢના બસ્તર જિલ્લાના તોકપાલ તાલુકામાં એક અત્યંત દર્દનાક સમાચાર મળી રહ્યા છે. અહીં ચર્ચના એક પાદરી અને સાત મહિનાની તેમની ગર્ભવતી પત્નીને કેટલાક લોકોએ તેમના પર પેટ્રોલ છાંટીને જીવતી સળગાવવાની કોશિશ કરી હતી.

અત્રે ઉલ્લેખનીય છે કે કેટલાક હુમલાખોરો પાઈપ અને ચપ્પુ સાથે ચર્ચમાં ઘૂસી ગયા હતા. આ લોકોએ પાદરી તેમની પત્ની અને પુત્રી પાસે કેટલાક ચોક્કસ નારા બોલવાની ફરજ પાડી હતી. પાદરીએ આ હુમલાખોરોના જણાવ્યા મુજબ નારો લગાવવાનો ઈન્કાર કરતાં તેમણે ચર્ચમાં તોડફોડ કરી હતી અને પછી પાદરી અને તેમની ગર્ભવતી પત્નીને સળગાવવાની કોશિશ કરી હતી.

પોલીસે આ ઘટનામાં બે અજાણ્યા લોકો વિરુદ્ધ કેસ દાખલ કર્યો છે. બીજી બાજુ છત્તીસગઢ ક્રિ‌િશ્ચયન ફોરમે આક્ષેપ કર્યો છે કે પોલીસ આ મામલાને દબાવી દેવાની કોશિશ કરી રહી છે.

You might also like