કાળા ચોખાની છાલમાંથી બનશે પાસ્તાઃ હેલ્થ માટે પણ બેસ્ટ હશે

(એજન્સી)
નવી દિલ્હી: જંક ફૂડની જાળ દેશનાં તમામ શહેરો અને ગામડાંઓ સુધી ફેલાઇ ચૂકી છે. લગ્ન, વિવાહ અને અન્ય પાર્ટીઓમાં પણ જંક ફૂડે ખાસ ઓળખ બનાવી લીધી છે. આરોગ્ય માટે જંક ફૂડ હાનિકારક છે એ સાબિત થઇ ગયું હોવા છતાં તેનું ચલણ ઘટ્યું નથી.

પાસ્તા જોવાની સાથે જ લોકોનાં મોંમાં પાણી આવી જાય છે. મેંદામાંથી બનેલા પાસ્તા આરોગ્ય માટે હાનિકારક છે. લાંબા સમયનાં સંશોધનો બાદ કાળા ચોખાની છાલમાંથી પાસ્તા તૈયાર કરાયા છે. કાળા ચોખાની છાલમાંથી પાઉડર તૈયાર કરીને હાઇટેક ટેક‌િનકથી તેને પાસ્તાનું રૂપ અપાયું છે. કાળાં ચોખાનો સૌથી વધુ ઉપયોગ દેશનાં પૂર્વ રાજ્ય અને ચીનમાં વધુ થાય છે. લોકો ભલે કાળા ચોખા ઓછા પસંદ કરે છે, પરંતુ તે આરોગ્ય માટે ખૂબ ફાયદાકારક છે.

ગામડાંઓ અને શહેરોમાં લગ્ન પ્રસંગ કે કોઇ ફંકશનમાં ઘણી વાર સફેદ પાસ્તા તૈયાર મળે છે. તે પેટ, શુગર અને દિલની બીમારીઓનું એક કારણ છે. તેનાથી ભૂખ ઓછી લાગે છે. કાળા ચોખાની છાલમાંથી તૈયાર કરાયેલા પાસ્તા કંપનીઓને સોંપવામાં આવ્યા છે. અત્યારે તેની કિંમત વધુ છે, પરંતુ તેની કિંમત પર પણ કામ ચાલી રહ્યું છે.

કાળા ચોખાના ફાયદા
ચરબી ઘટાડવા માટે લોકો ભાત ખાવાનું છોડી દે છે, કાળા ચોખા વજન ઘટાડવા માટે ઉપયોગી છે તેમાં રહેલું ફાયટોકેમિકલ કોલેસ્ટ્રોલને નિયંત્રિત કરે છે અને ખરાબ કોલેસ્ટ્રોલને ઘટાડે છે. હાર્ટએટેક અને સ્ટ્રોકની શક્યતાઓ ઘટે છે તેમાં ભરપૂર માત્રામાં ફાઇબર હોવાથી કબજિયાત પણ ખતમ થાય છે. પેટ ફૂલવા અને પાચન સાથે જોડાયેલી અન્ય સમસ્યાઓમાંથી પણ મુક્તિ અપાવે છે તેમાં રહેલા એ‌િન્ટઓક્સિડન્ટ તત્ત્વ ત્વચા, આંખો અને મગજ તેમજ ‌િલવર માટે પણ ફાયદાકારક છે.

You might also like