પાસ્તા અને ઈટાલિયન ડિશ ખાતા લોકોની ઓવરઓલ ડાયટ હેબિટ સારી હોય છે

પાસ્તા અને ટ્રેડિશનલ ઈટાલિયન ડિશ ખાતા લોકોના ઓવરઓલ ભોજનમાં જરૂરી તમામ પોષકતત્ત્વોનું પ્રમાણ પુરતી માત્રામાં હોય છે. એવો અભ્યાસ ઓબેસીટી સોસાયટીની વાર્ષિક બેઠકમાં અમેરિકન વૈજ્ઞાનિકોએ રજૂ કર્યો છે. સંતુલિત અાહારમાં ચોક્કસ માત્રામાં ડાયેટરી ફાઈબર, વિટામીન અને મિનરલ્સનો સમાવેશ થવો અાવશ્યક છે. અભ્યાસમાં નોંધાયું છે કે પાસ્તા ખાનારા લોકો શરીરને જરૂરી રોજિંદા પોષકતત્ત્વો ભોજનમાં લેતાં હોય છે. ડાયેટરી ફાઈબર, પોલિક એસિડ, અાર્યન અને મેગ્નેશિયમ જેવા જરૂરી ન્યુટ્રીશિયન્સ પાસ્તા ખાનારા લોકોને રોજબરોજના ખોરાકમાંથી મળી રહે છે.

http://sambhaavnews.com/

You might also like