ખુશખબરઃ ૧પ દિવસમાં જ પોસ્ટ ઓફિસ દ્વારા પાસપોર્ટ મળી જશે

નવી દિલ્હી: મોદી સરકાર હવે ટૂંક સમયમાં તમારા માટે એક નજરાણું લાવી રહી છે. પાસપોર્ટ તૈયાર કરવામાં થતા વિલંબને ઘટાડવા માટે સરકાર એક નવી યોજના લાવી રહી છે. આ યોજના હેઠળ હવે તમને અરજી કર્યાના માત્ર ૧પ દિવસમાં જ તમારો પાસપોર્ટ તમારી નજીકની પોસ્ટ ઓફિસ પરથી મેળવી શકશો.

પોસ્ટ વિભાગ વિદેશ મંત્રાલયના સહકારથી દેશભરની પોસ્ટ ઓફિસમાંથી પાસપોર્ટ ઇશ્યૂ કરવાની તૈયારી કરી રહ્યો છે. આ પ્રોજેકટ હેઠળ પાસપોર્ટ ડિલિવરી અને એડ્રેસ વેરિફિકેશનમાં પોસ્ટ ઓફિસ મદદ કરશે. આ પાઇલટ પ્રોજેકટની જાહેરાત વિદેશ મંત્રાલય આજે જ કરશે.

અહેવાલો અનુસાર તેની શરૂઆત દિલ્હી સહિત કેટલાક મોટા શહેરોની પોસ્ટ ઓફિસથી કરવામાં આવશે. સરકારનું માનવું છે કે જેટલી સંખ્યામાં પાસપોર્ટ માટેની અરજીઓ મળી રહી છે તે જોતાં તેની સમયસર ડિલિવરી કરવા માટે મેનપાવરની ભારે તંગી છે. એટલા માટે આ પ્રોજેકટમાં પોસ્ટ ઓફિસની મદદ લેવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.

સૂત્રોના જણાવ્યા અનુસાર તેને ધ્યાનમાં રાખીને પોસ્ટ વિભાગને પ્રોસેસિંગ અને ડિલિવરીની જવાબદારી સોંપવામાં આવશે. આ પાઇલટ પ્રોજેકટ જો સફળ થશે તો સમગ્ર દેશમાં તેનો અમલ કરવામાં આવશે.
http://sambhaavnews.com/

You might also like