બેન્ક લોન નહીં ભરનારનો પાસપોર્ટ જપ્ત કરવામાં આવશે

નવી દિલ્હી: બેન્કની લોન ભરપાઇ નહીં કરવા બદલ અને બેન્ક દ્વારા વસૂલાત માટે જો કેસ કરવામાં આવશે તો હવે આવા બેન્ક ડીફોલ્ટર્સના પાસપોર્ટ પણ જપ્ત કરવામાં આવશે.  અહેવાલો અનુસાર કેન્દ્ર સરકાર આ મહિને પાસપોર્ટ એક્ટની કલમ-૧૦ (૩) (સી)માં ફેરફાર કરવા જઇ રહી છે અને આ માટે સરકાર જરૂરી કાનૂની મંજૂરી પણ આપી દેશે.

બેન્કના કરજદાર વિદેશ ભાગી ન જાય તે માટે હવે તેમના પાસપોર્ટ જપ્ત કરવામાં આવશે. પાસપોર્ટ જપ્ત કરવાની ગાઇડલાઇન હવે ફાઇનલ થઇ ગઇ છે અને લોન ડીફોલ્ટનો કેસ થવાની સાથે જ પોસપોર્ટ જપ્ત કરી લેવાશે.

વિલફુલ ડીફોલ્ટર્સ પ્રત્યે ગાળિયો મજબૂત કરવા કેન્દ્ર સરકાર આ પગલું ભરવા જઇ રહી છે. જરૂર પડે કેન્દ્ર સરકાર આ માટે વટહુકમ પણ લાવી શકે છે.  બેન્કિંગ સચિવના વડપણ હેઠળ ગઠિત સમિતિએ તેની ભલામણ કરી દીધી છે. રૂ. ૫૦ કરોડથી વધુ રકમનો ડીફોલ્ટ કરનારને આ નિયમ લાગુ પાડવામાં આવશે અને તેમના પાસપોર્ટ જપ્ત કરી લેવાશે.

You might also like