૩ર,૦૦૦ ફૂટની ઊંચાઈએ વિમાનમાં ૧પ૧ પ્રવાસીના જીવ તાળવે ચોંટી ગયા

સિડની: ઓસ્ટ્રેલિયાના સિડનીથી ઇન્ડોનેશિયા જઇ રહેલા એર એશિયાના વિમાનમાં કેબિન પ્રેશર એકાએક ઘટી ગયા બાદ વિમાનને પર્થ પરત લાવવામાં આવ્યું હતું. વિમાનમાં જે સ્થિતિનું નિર્માણ થયુું હતું તેને લઇ એક્સિજનનાં માસ્ક નીચે આવી ગયાં હતાં અને વિમાનમાં સવાર યાત્રીઓના શ્વાસ અધ્ધર થઇ ગયા હતા.

વિમાનમાં ટેકનિકલ ખામીના કારણે આવું બન્યું હતું. ઓસ્ટ્રેલિયન મી‌ડિયામાં પ્રસિદ્ધ થયેલા અહેવાલ અનુુસાર વિમાને ઉડાણ ભર્યાની રપ મિનિટ બાદ વિમાનને ૩ર,૦૦૦ ફૂટની ઊંચાઇથી નીચે ૧૦,૦૦૦ ફૂટ પર આવવું પડ્યું હતું. આમ, એર એશિયાના વિમાનમાં ૩ર,૦૦૦ની ફૂટની ઊંચાઇએ ૧પ૧ પ્રવાસીઓ ગભરાઇ ગયા હતા.

આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાઇરલ થઇ ગયો છંે, જેમાં ઓકિસજન માસ્ક પહેરેલા પ્રવાસીઓના ચહેરા પર ભારે ગભરાટ અને ફફડાટ સ્પષ્ટપણે જોવા મળ્યો હતો. એલાર્મ પણ વાગી રહ્યું હતું અને એર એશિયાનો સ્ટાફ પ્રવાસીઓને સૂચના આપી રહ્યો હતો કે ઇમર્જન્સી લે‌િન્ડંગની તૈયારીઓ થઇ રહી છે.

એર એશિયા દ્વારા જારી કરવામાં આવેલા એક નિવેદનમાં તેમણે માફી માગતાં જણાવ્યું છે કે ટેકનિકલ ખામીના કારણે આમ બન્યું હતું. વધુ ઊંચાઇએ વિમાનનું કેબિન પ્રેશર ઘટી ગયું હતું, જેના કારણે અફરાતફરી મચી ગઇ હતી અને વિમાનનું પર્થ ખાતે ઇમર્જન્સી ઉતરાણ કરાવાયું હતું. વધુ ઊંચાઇએ વિમાનનાં ઓક્સિજન માસ્ક એકાઅેક નીચે આવી જતાં પ્રવાસીઓ વધુ ગભરાયા હતા.

You might also like