૫૧ મુસાફરોઅે સ્વીકાર્યું, વચ્ચેની સીટવાળાનો બંને અાર્મરેસ્ટ પર હક

નવી દિલ્હી: ફ્લાઈટમાં સફર કરનારા અડધા કરતા વધુ ભારતીયોનું માનવું છે કે વચ્ચેની સીટ પર બેસનારા પેસેન્જરને અાજુબાજુની બંને સીટના અાર્મરેસ્ટ પર હાથ રાખવાનો હક છે. ૧૦માંથી અાઠ ભારતીયોઅે કહ્યું કે તેઅો સાથે સફર કરી રહેલા મુસાફર સાથે એડજસ્ટ કરી લે છે. જ્યારે ૧૦માંથી છઅે કહ્યું કે તેમને જરૂર પડતાં સાથે સફર કરી રહેલા પેસેન્જરને પોતાની સીટ પણ અોફર કરી.

અા રોમાંચક માહિતી અોનલાઈન ટ્રાવેલ કંપની એક્સપીડિયાઅે જારી કરેલા રિપોર્ટમાં સામે અાવી. અા સર્વે ‘એક્સપીડિયા ફ્લાઈટ એટીકેટ સર્વે ૨૦૧૭’ના નામથી જારી કરાયો. અા રિપોર્ટ મુજબ ૬૯ ટકા ભારતીય મુસાફરોઅે કહ્યું કે તેમને તોછડાઈ િબલકુલ પસંદ નથી. જ્યારે ૧૦માંથી ત્રણ ભારતીયોઅે કહ્યું કે તેઅો તોછડાઈ કરનાર વ્યક્તિને પાઠ ભણાવે છે.

અા ઉપરાંત મોટા અવાજે બોલાનારા, પાછળની સીટ પર બેસીને અાગળની સીટ પર પગ મારનારા અને બૂમો પાડનારા પેસેન્જર્સને પણ પરેશાનીનું કારણ ગણાવાયા. ૬૫ ટકા મુસાફરોઅે સ્વીકાર્યું કે પરેશાનીઅોથી બચવા માટે અલગ સગવડ મળતી હોય તો તેઅો વધુ પૈસા ચૂકવવા પણ તૈયાર છે. સર્વે ત્રણથી છ ફેબ્રુઅારીની વચ્ચે કરાયો.

૧૦માંથી છ ભારતીયોઅે કહ્યું કે ફ્લાઈટમાં સફર દરમિયાન તેઅો અન્ય મુસાફર સાથે વાતચીતનો મોકો શોધે છે. ૬૭ ટકા મુસાફરોઅે કહ્યું કે ફ્લર્ટ કરનારા સિંગલ યાત્રીઅોથી કોઈ પરેશાની નથી. ૭૦ ટકા ભારતીયોઅે કહ્યું કે ફ્લાઈટમાં ફ્લર્ટ કરનારા કોઈ પણ જોડીથી પણ પરેશાની નથી. જ્યારે ૬૦ ટકા મુસાફરોઅે અવાજ કરનાર બાળકોઅે તેમની પરેશાનીનું કારણ જણાવ્યાં.
http://sambhaavnews.com/

You might also like