પેસેન્જર વિહિકલના વેચાણમાં ગુજરાત ત્રીજા નંબરે

મુંબઈ: દેશમાં પેસેન્જર વિહિકલના વેચાણમાં ગુજરાતનો ક્રમ ત્રીજા નંબરે જોવા મળે છે. મહારાષ્ટ્રમાં સૌથી વધુ પેસેન્જર વિહિકલનું વેચાણ વર્ષ ૨૦૧૫-૧૬માં થયેલું જોવા મળ્યું હતું. આ વર્ષ દરમિયાન મહારાષ્ટ્રમાં ૩,૫૪,૫૦૦ યુનિટનું વેચાણ થયું હતું. બીજો ક્રમ યુપીનો જોવા મળ્યો હતો. યુપીમાં ૨,૩૩,૦૦૦ યુનિટનું વેચાણ થયું હતું, જ્યારે ત્રીજો ક્રમ ગુજરાતનો આવ્યો હતો, જેમાં ૨,૩૦,૩૫૦ યુનિટનું વેચાણ થયેલું જોવાયું હતું.

પેટ્રોલ-ડીઝલના નીચા ભાવના કારણે રાજ્યમાં વેચાણમાં ઊંચો ગ્રોથ જોવા મળ્યો હોવાનું ઓટોમોબાઇલ સેક્ટરના જાણકારો જણાવી રહ્યા છે. કર્ણાટક અને ગુજરાતમાં વેચાણનો ગ્રોથ અનુક્રમે ૧૩.૫ ટકા અને ૧૩ ટકા જોવા મળ્યો હતો.

You might also like