કેમરૂનમાં ડીરેલ થઇ પેસેન્જર ટ્રેન, 53 મુસાફરોના મોત, 300 ઇજાગ્રસ્ત

યોમ્ડેઃ સેન્ટ્રલ અફ્રીકી દેશ કેમરૂનમાં એક પેસેન્જર ટ્રેનના ડીરેલ થવાના સમાચાર સામે આવ્યાં છે. ભારતીય સમય પ્રમાણે મોડી રાત્રે ટ્રેન કેમરૂનની રાજધાની યોન્ડેથી દુઆલા જઇ રહી હતી. આ દુર્ઘટનામાં અત્યાર સુધી 53 લોકોના મોત થયા છે. જ્યારે 300 લોકો ઇજાગ્રસ્ત થયા છે. હાલ બચાવ કામગારી ચાલી રહી છે.

કેમરૂનમાં ટ્રાન્સપોર્ટ મંત્રી મેબેએ જણાવ્યું છે કે આ દુર્ધટનામાં જાનહાની થઇ છે. ઇજાગ્રસ્તોને નજીકની હોસ્પિટલમાં લઇ જવામાં આવી રહ્યાં છે. જ્યારે મૃતદેહોને પણ બહાર કાઢવામાં આવી રહ્યાં છે. પ્રત્યક્ષદર્શીએ આપેલી માહિતી મુજબ પહેલાં તેમણે મોટો અવાજ સાંભળ્યો અને તરત જ મોટો ઝટકો અનુભવ્યો. ટ્રેન ડાબી બાજુ પલ્ટી ખાઇને પડી ગઇ હતી.

નવ કોચની આ ટ્રેન રોજ યોન્ડેથી દુઆલા જાય છે. શુક્વવારે વધારે યાત્રી હોવાને કારણે આઠ નવા કોચ જોડવામાં આવ્યાં હતાં. કારણકે બંને શહેરોને જોડનારો મુખ્ય રસ્તો અને પુલ લેન્ડ સ્લાઇડને કારણે બ્લોક થઇ ગયો હતો. સામાન્ય રીતે આ ટ્રેનમાં રોજ 600 મુસાફરો મુસાફરી કરે છે. જ્યારે આ વખતે ટ્રેનમાં કુલ 1300 મુસાફરો મુસાફરી કરી રહ્યાં હતા. યોન્ડેથી 120 કિલોમીટર દૂર ઇસેકા શહેરની પાસે ટ્રેક પરથી ઉતરી ગઇ હતી, હાલ બચાવ કામગીરી ચાલી રહી છે.

You might also like