પેસેન્જર AMTSના સ્ટેન્ડ પર ઊભા હોય છે, બસ BRTS રૂટમાંથી નીકળી જાય છે

અમદાવાદ: અમદાવાદ મ્યુનિ. ટ્રાન્સપોર્ટે સ‌િર્વસ દ્વારા હાલમાં શિવરંજનીથી ઘુમા ગામ સુધી દોડતી એએમટીએસ બસને બીઆરટીએસ ટ્રેકમાં દોડાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે ત્યારે એએમટીએસમાં મુસાફરી કરતા મુસાફરોને જો એએમટીએસમાં કોઈ પણ જગ્યાએ જવું હોય તો તેમણે હવે બીઆરટીએસ બસ સ્ટેન્ડમાં ઊભાં રહેવું પડે છે.

હાલમાં ૬ રૂટની ૪૯ બસ બીઆરટીએસ ટ્રેકમાં શરૂ કરવામાં આવી છે. કયા રૂટની બસ બીઆરટીએસ ટ્રેકમાં દોડી રહી છે તેના પર નજર નાખીએ તો રૂટ નંબર ૪૯થી ૪૯-આદિનાથનગરથી ગોધાવી અને શિવરંજનીથી લિટલ વિંગ્સ, રૂટ નંબર પ૦-ઘુમા ગામથી મેઘાણીનગર અને શિવરંજની ચાર રસ્તાથી લિટલ વિંગ્સ, પાંજરાપોળથી ગુજરાત યુનિવર્સિટી રૂટ, નંબર ૧પ૧/૧-ગોધાવી ગામથી હાટકેશ્વર ટર્મિનસને શિવરંજની ચાર રસ્તાથી લિટલ વિંગ્સ, રૂટ નંબર ૪૯/૧-સારંગપુરથી જોધપુર ગામને સારંગપુરથી આસ્ટો‌િડયા દરવાજા વચ્ચે. આ તમામ બસને હાલમાં બીઆરટીએસ રૂટમાં દોડાવવામાં આવી રહી છે.

કોર્પોરેશન દ્વારા નિર્ણય તો લેવાયો પરંતુ તંત્ર દ્વારા એએમટીએસ સ્ટેન્ડ પર કોઇ પણ પ્રકારની જાણકારી કે નોટિસ લગાવાઇ નથી. જેના કારણે મુસાફરો કલાકો સુધી બસ સ્ટેન્ડમાં બેસી રહે છે.

મ્યુનિસિપલ કોર્પોરેશન તંત્ર દ્વારા ટ્રાફિક ઘટાડવાના આશયથી આ નિર્ણય લેવામાં આવ્યો તે આવકાર્ય છે, પરંતુ તેને લઇને તે બસમાં મુસાફરી કરનાર વર્ગ પાસે આવી કોઈ જાણકારી ન હોય ત્યારે મુસાફરોને છેવટે હેરાન થવાનો વારો આવે છે.

You might also like