રાષ્ટ્રદ્રોહ કેસમાં પરવેઝ મુશર્રફ ભાગેડુ જાહેર

ઈસ્લામાબાદ: પાકિસ્તાનની અેક ‌િ‍વશેષ અદાલતે રાષ્ટ્રદ્રોહના કેસમાં પરવેઝ મુશર્રફને ભાગેડુ જાહેર કર્યા છે. વારંવાર સમન્સ પાઠવવા છતાં મુશર્રફ અદાલત સમક્ષ હાજર થતા નહિ હોવાથી તેમને અદાલતે ભાગેડુ ગણાવ્યા છે. આ કેસમાં ન્યાયમૂર્તિ મઝહર આલમખાન મીનાખેલની અધ્યક્ષતાવાળી ત્રણ સભ્યની અદાલતે સરકારને આદેશ આપ્યો છે કે મુશર્રફને ૩૦ દિવસમાં અદાલત સમક્ષ રજૂ કરવામાં આવે. આ ઉપરાંત અેવો પણ આદેશ આપ્યેે છે કે મુશર્રફને ભાગેડુ જાહેર કરતી અખબારમાં જાહેરાતો છપાવે અને આ પ્રકારનાં પોસ્ટર અદાલત બહાર તેમજ મુુશર્રફના નિવાસ બહાર પણ લગાવવામાં આવે. સુપ્રીમ કોર્ટ દ્વારા મુશર્રફના વિદેશ પ્રવાસ પર લગાવવામાં આવેલા પ્રતિબંધને હટાવ્યા બાદ મુશર્રફ કથિત રીતે ચિકિત્સા માટે દુબઈ ચાલ્યા ગયા હતા.

You might also like