પાર્વતીની ઈર્ષા અને મનસા દેવીઃ એક અનોખી શિવ કથા

મનસા દેવીને પાર્વતીની ઇર્ષા સાથે જોડીને દેખાય છે. જો તમને ખબર ના હોય તો જણાવી દઇએ કે હરિદ્વારમાં મનસા દેવીનું પ્રસિદ્ધ મંદિર છે. મનસા દેવી કેટલીક એવી દેવીઓમાંથી એક છે જેને કયારેય ખુશી મળી નથી. કમ સે કમ કથાઓમાં તો તેનો ઉલ્લેખ છે. બંગાળી લોક કથાઓમાં ખાસ મનસાને જગ્યા આપવામાં આવી છે.

મનસા દેવીનો જન્મ શિવનાં તેજથી ચોક્કસ થયો હતો પરંતુ તે પાર્વતીની દીકરી નહોતી. કથાઓમાં ઉલ્લેખ છે કે કદ્રુ (સાપોની માતા)એ એક મૂર્તિ બનાવી હતી અને કોઇક રીતે શિવનું તેજ એ મૂર્તિને અડી ગયું હતું અને તેમાંથી મનસા દેવીનો જન્મ થયો હતો.

મનસા અંગે લોકવાયકા છે કે તેમને સાપના વિષની પણ અસર થઇ શકતી નથી. મનસા દેવી શિવની દીકરી હતી પાર્વતીની નહીં. એટલા માટે પાર્વતી હંમેશાં મનસાને નફરત કરે છે. કથાઓમાં તેનો ઉલ્લેખ છે કે એક વખત કંકાશથી કંટાળીને શિવે મનસા દેવીને ત્યાગી દીધાં હતાં. એક કથામાં એમ પણ ઉલ્લેખ છે કે મનસા દેવીએ જ શિવને એ વિષથી બચાવ્યાં હતાં, જે સમુદ્રમંથન સમયે શિવે પીધું હતું. ત્યારબાદથી જ શિવ નીલકંઠ બન્યા હતા.

એક પૌરાણિક કથા જેમાં પાર્વતીને ચંડીનું સ્વરૂપ કહેવાય છે. કહેવાય છે કે ચંડીએ મનસા દેવીને કહ્યું હતું કે તેઓ પોતાનાં પતિની સામે સાપોથી બનેલા જેવરમાં જાય. મનસાનાં લગ્ન જકાર્તુ સાથે થયાં છે અને મનસા દેવીનું આ રૂપ જોઇને જકાર્તુ ડરી ગયા અને મનસા દેવીને છોડીને જતા રહ્યા. ત્યારથી મનસા દેવી ગુસ્સાવાળાં પણ કહેવાવાં લાગ્યાં.

શિવના એ દીકરાની જેને હિંદુ ત્રિમૂર્તિમાંથી બે દેવ શિવ અને વિષ્ણુના સંતાન મનાય છે.  કહેવાય છે કે ઐયપ્પા શિવ અને વિષ્ણુનાં સ્ત્રી સ્વરૂપ મોહિનીનું સંતાન છે. તેમણે કેરળ અને તામિલનાડુમાં (દેવ અય્યનારના નામથી) પૂજાય છે. ઐયપ્પા કેટલાક સૌથી બળશાળી દેવોમાંથી એક છે. ઐયપ્પા પરશુરામથી લડવાનું શીખ્યા.

ઐયપ્પાના જન્મની વાર્તા ભસ્માસુરના અંતથી શરૂ થાય છે, જ્યારે તે રાક્ષસને ખતમ કરવા માટે વિષ્ણુએ મોહિનીનો અવતાર લીધો હતો. શિવે એક વખત વિષ્ણુને ફરી મોહિની અવતારમાં આવવાનું કહ્યું. વિષ્ણુએ અવતાર લેતાં જ શિવ તેના પર મોહિત થઇ ગયા અને ત્યારબાદ જન્મ થયો ઐયપ્પાનો.•

You might also like