Header

પાર્થિવની પોઝિટિવ બેટિંગે વિરાટની મૂંઝવણ વધારી દીધી

મોહાલીઃ પાર્થિવ પટેલની પોઝિટિવ બેટિંગથી કેપ્ટન વિરાટ કોહલી ઘણો પ્રભાવિત થયો છે. તેણે એ સંભાવનાનો ઇનકાર નથી કર્યો કે બીજા વિકેટકીપર ઉપરાંત અમદાવાદનો આ ખેલાડી બેકઅપ ઓપનિંગ બેટ્સમેનો પણ વિકલ્પ બની શકે છે. કે. એલ. રાહુલ ઈજાગ્રસ્ત થતાં, ગૌતમ ગંભીર અને શિખર ધવનનાં ખરાબ ફોર્મને કારણે પાર્થિવ હવે કેપ્ટન માટે વધુ એક વિકલ્પ બની ગયો છે. પાર્થિવે ઈંગ્લેન્ડ સામે ત્રીજી ટેસ્ટ મેચની બંને ઇનિંગ્સમાં દાવની શરૂઆત કરીને ૪૨ તથા અણનમ ૬૭ રનની ઇનિંગ્સ સ્ટ્રોકથી ભરપૂર દર્શનીય ઇનિંગ્સ રમી હતી.

કેપ્ટન કોહલીને જ્યારે પૂછવામાં આવ્યું કે, ‘શું પાર્થિવ ઓપનિંગ બેટ્સમેનના રૂપમાં રાહુલનો બેકઅપ બની શકે છે?’ ત્યારે કોહલીએ કહ્યું, ”વાહ ! ઇમાનદારીથી કહું તો આ એક સારું સરદર્દ છે. તમે કંઈ કહી ના શકો. બધી રીતની સંભાવનાઓ હોઈ શકે છે. જે રીતે બંને ઇનિંગ્સમાં પાર્થિવે બેટિંગ કરી એ શાનદારહતી. અહીં પ્રથમ શ્રેણીની મેચોમાં રમવાનો અનુભવ કામ આવે છે. બંને ઇનિંગ્સમાં પોતાની બેટિંગથી પાર્થિવે વિરોધી ટીમની રણનીતિ નિષ્ફળ કરી દીધી. પૂરો શ્રેય તેને જાય છે. પાર્થિવે બેટ્સમેન અને વિકેટકીપરના રૂપમાં શાનદાર પ્રદર્શન કર્યું.”
http://sambhaavnews.com/

You might also like