પાર્થિવ બોલ્યોઃ રોહિતને કારણે મધ્ય ક્રમને મજબૂતી મળે છે

મુંબઈઃ પાર્થિવ પટેલે ગઈ કાલે મુંબઈ ઇન્ડિયન્સના કેપ્ટન રોહિત શર્માના ઓપનિંગ નહીં કરવાના નિર્ણયનું સમર્થન કરતાં કહ્યું કે તેના આ નિર્ણયથી મધ્યમ ક્રમની બેટિંગને વધુ મજબૂતી મળે છે. પાર્થિવે કહ્યું, ”૨૦૧૫માં જ્યારે અમે ચેમ્પિયન બન્યા હતા ત્યારે મારી અને લેન્ડલ સિમન્સની ઓપનિંગ જોડી સફળ રહી હતી. ત્યાર બાદ મધ્યમ ક્રમમાં રોહિત બેટિંગમાં આવતો હતો. આનાથી બેટિંગ ક્રમને મજબૂતી મળે છે અને અમને પહેલી છ ઓવરમાં શોટ રમવાની આઝાદી મળે છે.” પાર્થિવ અને જોસ બટલરની જોડીએ આ સિઝનમાં પહેલી બે બેચમાં શરૂઆત કરી, જ્યારે રોહિત નંબર ચાર પર બેટિંગ કરવા આવ્યો. આ અંગે પાર્થિવે જણાવ્યું, ”અમે પહેલી બે મેચમાં ટીમને સારી શરૂઆત અપાવી છે, પરંતુ ખોટા સમયે વિકેટ ગુમાવી. મારી રમતમાં ફેરફાર નથી થયો. જ્યારથી આઇપીએલ શરૂ થઈ છે ત્યારથી હું એક સરખી જ બેટિંગ કરી રહ્યો છું. એ જરૂરી છે કે તમે તમારી યોગ્યતાને અનુરૂપ રમતો અને બેટિંગ ક્રમની ચિંતા ના કરો. હું ત્યારે જ સફળ થઈ શકીશ, જ્યારે હું ફક્ત મારા અંદાજ પ્રમાણે રમીશ.”
http://sambhaavnews.com/

You might also like