પાર્સલી અને સુવાની ભાજી કેન્સર સામે રક્ષણ અાપે છે

લીલા પાંદડાવાળી શાકભાજી નિયમિત ખાવી જોઈએ એવી સલાહ ડાયટિશિયનો અાપતા હોય છે. જો કે રશિયાના વૈજ્ઞાનિકોએ ખાસ બે ભાજીને અલગ તારવી છે. જેમાં કેન્સરથી પ્રિવેન્ટ કરવાની તાકાત છે. બાયોફિજિક્સના વૈજ્ઞાનિકોએ કોથમીરને મળતી અાવતા પાર્સલી અને સુવાના દાણામાંથી ખાસ અર્ક તૈયાર કર્યો છે જેમાં એન્ટિકેન્સર ક્ષમતા હોવાનો દાવો છે. અા બંને ભાજીઓ તેમજ તેના સુકા દાણામાંથી ગ્લેઝિઓવીએમીન એ નામનો ઘટક અલગ તારવવામાં અાવ્યો છે જે માણસોમાં ગાંઠના કોષોને અટકાવી દે છે.

You might also like