મોદી વિરુદ્ધ બોલવાને કારણે કેજરીવાલની જીભ કરવી પડી નાની: પર્રિકર

તાજેતરમાં જ જીભની સર્જરી કરાવનારા દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ પર મજાક કરતાં કહ્યું કે રક્ષા મંત્રી મનોહર પર્રિકરએ કહ્યું કે કેજરીવાલની જીભ એટલા માટે નાની કરવામાં આવી, કારણ કે પ્રધાનમંત્રી અને તેમની વિરુદ્ધ વધારે બોલવાના કારણે તેમની જીભ ઘણી લાંબી થઇ ગઇ હતી.

જો કે હાલમાં કેજરીવાલ બીમાર હોવના કારણે રજા પર હોવાથી પર્રિકરે સહાનુભઊતિ પણ વ્યક્ત કરી છે. ગોવા વિધાનસભા ચૂંટણી પહેલા રાજ્યમાં કાર્યકર્તાઓના કોર ગ્રુપને સંબોધિત કરતાં પર્રિકરએ કહ્યું કે, દિલ્હીમાં તે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી વિરુદ્ધ બોલે છે અને અહીં ગોવામાં મારા વિરુદ્ધ બોલે છે. તે કારણે તમની જીભ ઘણી લાંબી થઇ ગઇ હતી અને હવે તેને નાની કરવામાં આવી છે. જો કે પર્રિકરે તરત એવું પણ કહ્યું છે કે મને તેમના માટે સહાનૂભુતિ છે, કારણ કે કેજરીવાલ હજુ પણ બીમાર હોવાને કારણે રજા પર છે.

આવા સમયે દિલ્હી છોડીને જવાને લઇને પર્રિકરે આપના નેતાઓ પર પણ નિશાન સાધ્યું છે, જ્યારે શહેર ડેન્ગ્યૂ અને ચીકનગૂનિયાની ચપેટમાં આવવાથી 40 લોકો માર્યા ગયા છે. આ ઘટના પછી આપનું ખોટું સામે આવી ગયું છે. તેમણે કહ્યું કે દિલ્હીના લોકોને દગો આપ્યા પછી આપના નેતા હજુ દુનિયાની સફર કરી રહ્યા છે.

You might also like