દર્દ આપનારાઓને દર્દનો અનુભવ કરાવવો પડશેઃ પારિકર

નવી દિલ્હી : નવા વર્ષે પઠાણકોટ ઍરબેઝ પર થયેલા આતંકવાદી હુમલા અંગે સંરક્ષણ પ્રધાન મનોહર પારિકરે સોમવારે કહ્યું, ‘જેમણે આપણને નુકસાન પહોંચાડ્યું છે, તેમને પણ દર્દનો અનુભવ કરાવવો પડશે અને તેના માટેનો સમય તથા જગ્યા આપણે નક્કી કરીશું. સંરક્ષણ પ્રધાને અહીં યોજાયેલ આર્મી ડે સેલિબ્રેશનમાં કહ્યું કે જયાં સુધી આપણાં જેટલું જ દર્દ દુશ્મનને નહીં આપવામાં આવે, તે આપણને અને આપણાં દેશને આવી જ રીતે દર્દ આપતો રહેશે.

નોંધનીય છે કે નવા વર્ષનાં પહેલા જ અઠવાડિયામાં થયેલ પઠાણકોટ આતંકવાદી હુમલામાં સાત જવાનો શહીદ થયા હતાં અને ૨૦ જેટલા જવાનો ઈજાગ્રસ્ત બન્યા હતાં. મનોહર પારિકરે કહ્યું, ‘કોઇએ આપને નુકસાન પહોંચાડ્યું હોય, તો તેને તેનો જવાબ તેની જ ભાષામાં આપી દેવો જોઇએ. શહાદતની કાયમ ઇજ્જત કરાય છે, પણ દેશની જરૂરત છે કે દુશ્મનોને ખતમ કરાય. આ કયારે, કેવી રીતે થશે, તે આપની પસંદગી છે.

કોઈ દેશને હાર્મ કરી રહ્યો હોય, પછી તે કોઈ પર્ટિકયુલર, ઇન્ડિવિડ્યુઅલ કે કોઈ ઑર્ગનાઇઝેશન હોય, તેને તેના દ્વારા કરાયેલ નુકસાનનો અહેસાસ કરાવવો જોઇએ. જો તેને આપને થયેલ દર્દનો અહેસાસ નહીં કરાવવામાં આવે, તો તે વારંવાર દર્દ આપતો રહેશે. તેને આપણને હાનિ પહોંચાડવામાં મજા આવવા લાગશે.

સંરક્ષણ પ્રધાને કહ્યું, ‘મને પોતાના ૭ શહીદ જવાનો પર ગર્વ છે, પણ એ દર્દ પણ છે કે મારા સૈનિકો કેમ શહીદ થયાં? પઠાણકોટમાં ઍરફોર્સ તથા આર્મીએ દેશનું માન વધાર્યું. તેઓ બહાદુરીથી લડ્યાં.

You might also like