ગણતંત્ર પરેડમાં મનોહર ઝોકે ચડ્યા : સોશિયલ મીડિયા પર મજાક

નવી દિલ્હી : ગણતંત્ર દિવસ પ્રસંગે જ્યારે દેશનાં કરોડો લોકો ટીવી પર રાજપથથી પરેડ લાઇવ જોઇ રહ્યા હતા તે સમયે સંરક્ષણ મંત્રી મનોહર પર્રિકર ઝપકી લેતા જોવા મળ્યા હતા. બસ પછી શું હતું આટલા મહત્વનાં પ્રસંગે ઝોકા ખાઇ રહેલા રક્ષામંત્રીની સોશ્યલ મીડિયામાં ખાતેદારી કરવામાં આવી હતી. ટ્વિટર અને ફેસબુક પર મનોહર પર્રિકરની તસ્વીર વાઇરલ થવા લાગી હતી.

રિપબ્લિકન પરેડના મુખ્ય અતિથિ અબુધાબીનાં ક્રાઉનપ્રિસં મોહમ્મદ બિન જાયદ અલ નાહયાનની સાથે બેઠેલા પર્રિકરના ઝોકા કેમેરામાં કેદ થઇ ગયા હતા. સૌથી મહત્વની બાબત છે કે દેશનાં રાષ્ટ્રીય પ્રસારણ દુરદર્શનનાં લાઇવ પ્રસારણમાં તેઓ ઝોકા ખાતા જોવા મળ્યા હતા. દેશનાં કરોડો લોકોએ સંરક્ષણ મંત્રીનાં ઝોકા લાઇવ જોયા.

ડિસેમ્બર,2014માં મેક ઇન ઇન્ડિયા મુદ્દે વડાપ્રધાન મોદીના સંબોધનમાં પણ તેઓ ઝોકા ખાતા જોવા મળ્યા હતા. જો કે આજના કાર્યક્રમમાં તેમને ઝોકા ખાતા જોઇ સોશ્યલ મીડિયા પર તેઓ મજાકનો વિષય બન્યા હતા.

 

You might also like