મને અને વડાપ્રધાનને કોઇ જ જોખમ નહી : પર્રિકર

નવી દિલ્હી : સંરક્ષણપ્રધાન મનોહર પર્રિકરે તેને અને વડાપ્રધાન મોદીને આતંકવાદી સંગઠન આઇએસઆઇએસ દ્વારા મળેલી ઘમકીનાં સમાચાર ફગાવી દીધા હતા. તેઓએ જણાવ્યું કે આવી કોઇ ધમકી મળી નથી. ગત્ત અઠવાડીયે દાવો કરવામાં આવ્યો તો કે ગોવા સચિવાલયમાં આતંકવાદી સંગઠન આઇએસએ એક બેનામી પોસ્ટકાર્ડનાં માધ્યમથી વડાપ્રધાન મોદી અને સંરક્ષમંત્રી મનોહર પર્રિકરને મારી નાખવાની ધમકી મળી હતી.

આજે એક પત્રકાર દ્વારા ધમકી અંગે પુછવામાં આવેલા સવાલનાં જવાબમાં તેમણે કહ્યું કે મને અને વડાપ્રધાનને કોઇ ખતરો નથી. એક 50 પૈસાનાં પોસ્ટકાર્ડ પર ધમકી લખવામાં આવી છે. ગુમનામ પોસ્ટકાર્ડ મળતા આ અંગે પોલીસે યોગ્ય કાર્યવાહી કરીને એટીએસને આ અંગે માત્ર જાણ કરી છે. પરંતુ આના કારણે મારા કે વડાપ્રધાનનાં જીવને કોઇ જ જોખમ નથી. યોગ્ય સુરક્ષા વ્યવસ્થાઓ કરવામાં આવી જ છે. અને ઘણી વખત તોફાની તત્વો પણ આવું કામ કરતા હોય છે.

You might also like