પર્રિકરે પાકિસ્તાનને નર્ક ગણાવ્યું : જેટલીએ રદ્દ કર્યો પ્રવાસ

નવી દિલ્હી : ગૃહમંત્રી રાજનાથ સિંહને હાલમાં જ પાકિસ્તાનની યાત્રા પર ગયા હતા. જો કે ત્યાં પેદા થયેલા વિવાદ બાદ હવે અરૂણ જેટલી પોતાની આગામી પાકિસ્તાન યાત્રા રદ્દ કરે તેવી પુરતી શક્યતાઓ છે. જેટલી આગામી અઠવાડીયે સાર્ક સંમેલન દરમિયાન એક બેઠકમાં ભાગ લેવા માટે પાકિસ્તાન જવાનાં હતા. જો કે સુત્રોનાં અનુસાર જેટલી તે સંમેલનમાં ભાગ લે તેની શક્યતાઓ ખુબ જ ધૂંધળી છે.

બીજી તરફ ભારતનાં સંરક્ષણ પ્રધાન મનોહર પર્રિકરે કહ્યું કે પાકિસ્તાન જવું નર્કમાં જવા સમાન છે. જો કે સંરક્ષણ પ્રધાને પાકિસ્તાનને નરક ગણાવતા વિવાદ વધારે વકરે તેવી શક્યતા છે. અત્રે ઉલ્લેખનીય છે કે કાશ્મીરમાં પાકિસ્તાનની સંડોવણી અને વારંવાર સીમા કરાર ઉલ્લંઘનને કારણે પર્રિકર પહેલાથી જ પાકિસ્તાન પર ગિન્નાયેલા છે.

સંરક્ષણ પ્રધાન મનોહર પર્રિકરે પાકિસ્તાનની તુલના નર્ક સાથે કરી હતી. તેમણે કહ્યું કે પાકિસ્તાન જવું નર્કમાં જવા સમાન છે. રેવાડીમાં પાર્ટીની એક બેઠકમાં પર્રિકરે કહ્યું કે ભારતીય સુરક્ષાદળોએ સોમવારે પાંચ આતંકવાદીઓને ખદેડ્યા. પાકિસ્તાન જવું અને નક્રમાં જવાનું એક જેવું છે. પર્રિકરે તેમ પણ કહ્યું કે પાકિસ્તાન આતંકવાદીઓને અને આતંકવાદને પ્રોત્સાહન આપે છે. હવે તેનાં જ હાથે કરેલા હૈયે વાગે છે.

અત્રે ઉલ્લેખનીય છે કે, 25-26 ઓગષ્ટે સાર્ક દેશોનાં નાણા મંત્રીઓની બેઠક યોજાનારા છે. જે બેઠકમાં ભારતનાં નાણાપ્રધાન જેટલી પણ જવાનાં હતા. પરંતુ હાલ પરિસ્થિતી અનુસાર જેટલી આ બેઠકમાં ભાગ લે તેની શક્યતાઓ ખુબ જ ઓછી છે. સુત્રોએ જણાવ્યું કે આ અંગે અંતિમ નિર્ણય વડાપ્રધાન મોદી દ્વારા કરવામાં આવશે. ત્યાર બાદ તેની અધિકારીક જાહેરાત કરવામાં આવશે. તેમણે કહ્યું કે જેટલીનાં બદલે આર્થિક મુદ્દાઓનાં સેક્રેટરી શક્તિકાંત દાસ આ સંમેલનમાં જાય તેવી શક્યતાઓ છે.

You might also like