પાર્ટીના નિવેદનથી પલટ્યા પર્રિકરઃ બોલ્યા હજી ફાઇનલ થઇ નથી રાફેલ ડીલ

728_90

નવી દિલ્હીઃ બુધવારે બીજેપીએ ટવિટર પર એવી જાણકારી આપી છે કે ભારત અને ફ્રાંસ વચ્ચે  રાફેલ સોદા પર અંતિમ મહોર વાગી ગઇ છે. પરંતુ રક્ષામંત્રી મનોહર પર્રિકરે એવું નિવેદન આપ્યું છે કે રાફેલ ડીલ હજી સુધી ફાઇનલ નથી થઇ. પર્રિકરે જણાવ્યું છે કે રાફેલ સોદો હજી અંડરવાસ્ટ સ્ટેજ પર છે અને અમારો પ્રયાસ તેને જલ્દી અંતિમ રૂપ આપવા અંગેનો છે. તેમણે એમ પણ જણાવ્યું હતું કે જ્યાં સુધી ડીલ ફાઈનલ ન થઇ જાય ત્યાં સુધી તે આ અંગે વધારે કોઇ જ માહિતી નહી આપી શકે.

આ ડીલ મે મહિના સુધીમાં ફાઈનલ થઇ જશે. ભારત સરકાર 35 રાફેલ વિમાનોની કિંમત અંગે હાલ ફ્રાંસ સાથે વાતચીત કરી રહ્યું છે. 35 વિમાનોની કિંમત 65 હજાર કરોડ રૂપિયા છે. પરંતુ ભારત સરકાર તેને 59 હજાર કરોડમાં ખરીદવાની કોશિષ કરી રહ્યું છે. આ ડીલની જાહેરાત ગત વર્ષે એપ્રિલમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કરી હતી.

બીજેપીએ સોશ્યિલ મીડિયા પર આપી માહિતીઃ બુધવારે બીજેપીએ પોતાના અધિકારીત ટવિટર એકાઉન્ટ પર એક ગ્રાફિક શેર કર્યો છે. તેમાં લખ્યું છે કે રાફેલ ડીલ ફાઇનલ થઇ ગઇ છે અને નરેન્દ્ર મોદી સરકારે આ સોદામાં 21 હજાર કરોડ રૂપિયાની વાત કરી રહી છે.

You might also like
728_90