બદલયા નિયમ, હવે કેદી નહીં કરી શકે પૈરોલનો દૂરઉપયોગ

નવી દિલ્હીઃ કેદીઓને મળનારી પૈરોલનો દૂરઉપયોગ રોકવા માટે નવી વ્યવસ્થા બનાવવામાં આવી રહી છે. ઝારખંડમાં આ અંતર્ગત બે મહિનાથી વધારે પૈરોલની સ્વીકૃતિ મુખ્યમંત્રીની જગ્યાએ રાજ્યપાલ કરી શકશે. આ સાથે જ પૈરોલ માટે બે અલગ અલગ નિયમાવલી પણ બનાવવામાં આવી છે. જેમાં અલગ અલગ શ્રેણીમાં કેદીઓને પૈરોલ આપવાના નિયમો હશે. અત્યાર સુધી કોઇ પણ કેદીને પૈરોલ આપવા માટે જિલ્લાઅધિકારી અધિકૃત હોય છે. જ્યારે તેને એક મહિના સુઘી વધારવા માટે કમિશ્નર પાસે પાવર હોય છે. જ્યારે મુખ્યમંત્રી સ્તર પર તેને ત્રણ મહિના સુધી વધારવાનો અધિકાર છે.

સામાન્ય રીતે પરિવારજનોના ઇલાજ, મકાન બનાવવા કે પછી ખેતી સાથે જોડાયેલા કારણોને કારણે પૈરોલ આપવાની વ્યવસ્થા કરવામાં આવે છે. પરંતુ પહેલાં હરીશ રાવતે જે રીતે કેદીઓને છૂટથી પૈરોલ આપ્યા છે.  તેનાથી આ વ્યવસ્થા પર સવાલો ઉભા થયા છે. હરીશ રાવવ સરકારે ચૂંટણી પહેલાં સંખ્યાબંધ કેદીઓ કે જે હત્યાના ગુનામાં સજા કાપી રહ્યાં હતા તેમને છૂટથી પૈરોલ આપ્યા છે. આ મામલે હાઇકોર્ટ સ્તરે પૈરોલ આપવા મામલે ઉત્તર પ્રદેશની પૃથક નિયમાવલી બનાવવાનો નિર્દેશ ઉત્તરાખંડ શાસનને આપવામાં આવ્યા હતા. ત્યાર બાદથી જ આ કવાયત શરૂ થઇ ગઇ છે. ગૃહ વિભાગનું માનીએ તો તેમાં કેટલાક મુખ્ય સંશોધન હશે. જેમાં ત્રણ માસ કે તેથી વધારે સમય માટે પૈરોલ આપવાનો અધિકાર રાજ્યપાલ પાસે રહેશે. સાથે જ એવા કેદીઓ કે જેમણે પોતાની સજા વિરૂદ્ધ ઉપરની અદાલતમાં અરજી કરી છે તેમના માટે પણ અલગ નિયમો રહેશે.

http://sambhaavnews.com/

You might also like