પરિણીતી ચોપડા બની સિંગર, પોતાની જ ફિલ્મમાં આપ્યો અવાજ

નવી દિલ્હી: બોલીવુડ અભિનેત્રી પરિણીતિ ચોપડાએ સિંગિંગ ક્ષેત્રમાં પ્રવેશ કર્યો છે તેણે પોતાની અપકમિંગ ફિલ્મ ‘મેરી પ્યારી બિંદુ’માં પોતાનો  સુંદર અવાજ આપ્યો છે. પરિણીતીએ ફિલ્મમાં એક સુંદર રોમેન્ટીક  ગાયુ છે. તેણીએ ‘માના કે હમ યાર નહિ હે’ ગીત માટે તેનો અવાજ આપ્યો છે.  ગીતના શબ્દો કૌસર મુનીરના છે જ્યારે સંગીત સચિન-જિગરનું છે. ફિલ્મમાં પરિણીતીની સાથે આયુષ્યમાન ખુરાના જોવા મળશે. આયુષ્યમાન ફિલ્મમાં અભિમન્યુનુ પાત્ર ભજવવાનો છે જે એક લેખક હોય છે.

ઉલ્લેખનીય છે કે આ ફિલ્મ અક્ષય રોયના નિર્દેશનમાં બનવાની છે .ફિલ્મ-નિર્માતા મનીષ શર્મા છે, યશરાજ બેનર હેઠળ તૈયાર થયેલી આ ફિલ્મ 12મે થી સિનેમાઘરોમાં રીલીઝ થવાની છે.

You might also like