લોકસભા-વિધાનસભા ચૂંટણી એક સાથે યોજોઃ ચૂંટણી પંચ

નવી દિલ્હી: ચૂંટણીપંચે લોકસભા અને તમામ રાજ્યોની વિધાનસભા ચૂંટણી એક જ સાથે કરાવવાના પ્રસ્તાવને સમર્થન આપ્યું છે. આ સંદર્ભમાં ચૂંટણીપંચે કાયદા મંત્રાલયને પણ એક પત્ર લખ્યો છે. એક અંગ્રેજી અખબારના અહેવાલ અનુસાર મેના પ્રથમ સપ્તાહમાં ચૂંટણીપંચે આ અંગે કાયદા મંત્રાલયને પત્ર લખ્યો હતો. આવું પહેલીવાર થયું છે કે જ્યારે ચૂંટણીપંચે સત્તાવાર રીતે દેશમાં તમામ ચૂંટણીઓ એક જ સાથે કરાવવાનો વિચાર રજૂ કર્યો છે.

બે પાનાંના પત્રમાં ચૂંટણીપંચે જણાવ્યું છે કે એક સાથે ચૂંટણી કરાવવાના સૂચનનું સમર્થન કરે છે. ચૂંટણીપંચે જણાવ્યું છે કે જો રાજકીય પક્ષોમાં સર્વાનુમતી સધાય તો લોકસભા અને વિધાનસભા ચૂંટણીઓ અેક સાથે કરાવવી એ મુશ્કેલ કાર્ય નથી. ચૂંટણીપંચે આ વાત કાયદા મંત્રાલયના એ પત્રના જવાબમાં જણાવી છે કે જેમાં કાયદા મંત્રાલયે આ અંગેે સંસદીય સમિતિના ૭૯મા રિપોર્ટ અંગે ચૂંટણીપંચની પ્રતિક્રિયા આપી હતી.

અત્રે ઉલ્લેખનીય છે કે માર્ચમાં યોજાયેલી ભાજપની રાષ્ટ્રીય કારોબારીની બેઠકમાં વડા પ્રધાન મોદીએ પણ ચૂંટણીમાં સમય અને નાણાં બચાવવા માટે સમગ્ર દેશમાં અેક સાથે ચૂંટણી યોજવાનો વિચાર રજૂ કર્યો હતો.

You might also like