સંસદ ન ચાલવાથી ગરીબોના હક લટકી પડયા છેઃ વડાપ્રધાન

નવી દિલ્હી : વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કોંગ્રેસનું નામ લીધા વગર જ મુખ્ય વિપક્ષ પર નિશાન સાધીને કહ્યું કે આ ખૂબજ દુઃખનો વિષય છે કે સંસદ ચાલવા દેવામાં આવી રહી નથી, તેઓએ કહ્યું કે તેના કારણે ફકત જીએસટી બિલ અટકયું નથી, ગરીબીની ભલાઇ કરતા કાયદાઓ લટકયા છે અને તેનો હક મારવામાં આવી રહ્યો છે. તેઓએ કહ્યું કે લોકતંત્ર મનતંત્ર તેમજ મનીતંત્ર ભાવથી ચાલતુંનથી. જાગરણ ફોરમમાં સમાવેશી જનતંત્ર વિષય પર પોતાનું મંતવ્ય જણાવીને વડાપ્રધાને કહ્યું, ચૂંટણીનો અર્થ પાંચ વર્ષનો કોન્ટ્રાકટ ન થાય.

આપણે બધા લોકોએ તેનાથી આગળ વધીને વિચારવાની જરૂર છે. ભારતના વિકાસ માટે જનભાગીદારીની જરૂર છે. આ દેશમાં દરેક સ્તરે લોકોએ પોતાના કર્તવ્યને સમજવાની જરૂર છે. વડાપ્રધાને કહ્યું કે આ અહેવાલ છાપી શકાય છે કે મોદી સ્વચ્છતા પર મોટી મોટી વાતો કરી રહ્યા છે. પરંતુ જમીન પર કાંઇ થઇ રહ્યું નથી. આ પ્રશ્નનો સીધો જવાબ છે કે સ્વચ્છતાને ફકત સરકારના અભિયાન તરીકે જ ગણવું જોઇએ નહિ. તેઓએ કહ્યું, ગાંધીજીનું મોડેલ હતું. બધુ જ જનતા કરશે.

જો પ્રજા એવું વિચારતી હોય તો દેશે ખુબ જ વિકાસ કર્યો હોત. જેટલી જાગરૂકતા વધે છે. વિકાસની ગતિ તેટલી જ ઝડપી બને છે. લોકતંત્ર ફકત મતદાન સુધી મર્યાદિત થઇ જાય છે. તો તે ખોખલો થઇ જાય છે. લોકતંત્ર સામર્થવાન ત્યારે બને છે. જયારે જનભાગીદારી બને છે. પોતાની સરકારની યોજનાનો ઉલ્લેખ કરીને મોદીએ કહયું કે, યુવાઓના રોજગાર ક્ષેત્રમાં વડાપ્રધાન મુદ્રા યોજનાની સૌથી ભૂમિકા છે. તેઓએ જણાવ્યું કે, તેના દ્વારા આશરે ૬ર લાખ લોકોને સીધો ફાયદો મળ્યો છે.

વડાપ્રધાને કહયું, ‘પર લાખ લોકોએઅત્યાર સુધીમાં ગેસ સબસિડી છોડી છે. તેનો ફાયદો ગરીબોને મળી રહ્યો છે. સરકાર સ્ટેન્ડઅપ ઇન્ડીયા અને સ્ટેન્ડઅપ ઇન્ડીયાના એજન્ડા પર કાર્ય કરી રહી છે. ઘણા જુના કાયદાને બદલવાની તેમજ ખત્મ કરવાની પોતાની પહેલનો ઉલ્લેખન કરીને મોદીએ કહયું અંગ્રેજોના સમયમાં જે કાયદો બન્યો તે જનતા પર અવિશ્વાસ હોવાનો આધાર પર નિર્માણ કરવાના આવ્યો. પરંતુ આજે આ પ્રકારના કાયદાને બદલવાની જરૂર છે. જનતા પર વિશ્વાસ કરીને કાનૂન નિર્માણ કરવાની જરૂરીયાત છે.

You might also like