રાહુલ દેશની અમુલ્ય ધરોહર તે પ્રોટોકોલ નથી પાળતા માટે થાય છે હૂમલો

નવીદિલ્હી : રાહુલ ગાંધીની ગુજરાત મુલાકાત સમયે તેના પર થયેલા હૂમલા અંગે લોકસભામાં કોંગ્રેસ દ્વારા હોબાળો કરાયો હતો. જેનાં પગલે જવાબ આપતા રાજનાથ સિંહે કહ્યું કે, પ્રોટોકોલ તોડવાનાં કારણે આ ઘટના બની છે. ગુજરાતની મુલાકાત સમયે રાહુલ ગાંધીની કાર પર પથ્થર ફેંકવાનો મામલો મંગળવારના રોજ સંસદમાં ઉઠયો હતો. કેન્દ્ર દ્વારા આપાવામાં આવતી સુરક્ષા રાહુલ ગાંધી દ્વારા સવાલ ઉઠાવામાં આવ્યા હતા. ત્યારે ગૃહમંત્રી રાજનાથ સિંહ દ્વારા લોકસભામાં આ ઘટના અંગે પોતાનું નિવેદન આપતા તેમણે કહ્યું કે, રાહુલ દ્નારા અવાર-નવાર પ્રોટોકોલ તોડવામાં આવે છે, જેથી તેમના પર ગુજરાતમાં હુમલો થયો હતો.

ગૃહમંત્રી રાજનાથ સિંહે રાહુલની મંશા પર સવાલ ઉઠાવતા પૂછ્યું કે, જ્યારે રાહુલ ગુજરાત ગયા તો તેમને બુલેટ પ્રુફ ગાડીનો ઉપયોગ કેમ ના કર્યો. SPG અને રાજ્ય પોલીસે રાહુલને બુલેટ પ્રૂફ કારમાં બેસવા કહ્યું હતું, પરંતુ રાહુલ ગાંધીએ તેમની વાત માની ન હતી. રાહુલ વારંવાર કારમાંથી નીચે ઉતરીને લોકોને મળવા દોડી જતા હતા. રાજનાથ રાહુલ પર પ્રહાર કરતા કહ્યું કે રાહુલ ગાંધી દેશ માટે અનમોલ ધરોહર છે અને રાહુલ પોતાના વિદેશ પ્રવાસ દરમિયાન સુરક્ષા સાથે કેમ નથી લઇ જતા. જ્યારે છેલ્લા બે વર્ષમાં રાહુલ 6 વિદેશ યાત્રા પર ગયા છે તેમ છતાં કોઇ વિદેશ યાત્રા પર સુરક્ષા ફોર્સ લઇ ગયા નથી.

ગત્ત 2 વર્ષમાં રાહુલે યોજનાબદ્ધ રીતે 121 મુલાકાત કરી જે પૈકી 100 મુલાકાતમાં બુલેટપ્રુફ ગાડીનો ઉફયોગ નથી કર્યો. તેમને રાજ્ય સરકાર દ્વારા તમામ સુરક્ષા આપવામાં આવી હોવા છતા તેમણે આનો અનાદર કર્યો છે.

You might also like