પાર્કિંગના મામલે થયેલા ઝઘડામાં ગુરુકુળ રોડ પર વાહનોમાં તોડફોડ

અમદાવાદ: ગુરુકુળ રોડ પર ગઇ કાલે રાત્રે ઉમંગ નામની વ્યક્તિ પોતાની કાકી સાથે ખરીદી કરવા આવ્યો હતો ત્યારે ત્રણેક જેટલા અજાણ્યા શખસે ઝઘડો કરી તેનાં એક્ટિવા અને બાજુમાં પડેલાં બાઇકમાં તોડફોડ કરી હતી. ઘટનાની જાણ થતાં તે ઘાટલોડિયા પોલીસ સ્ટેશન દોડી ગયો હતો. પોલીસે અજાણ્યા શખસો સામે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

ગુરુકુળ રોડ પર ગત રાત્રે લુખ્ખાં તત્ત્વોએ આતંક મચાવ્યો હતો. પાટણના ચાણસ્મા ખાતે રહેતો ઉમંગ દેસાઇ તેનાં કાકી સાથે કાપડિયા સ્કૂલ ત્રણ રસ્તા નજીક દુકાનમાં ખરીદી કરવા ગયાે હતાે ત્યારે તેઓ એક્ટિવા પાર્ક કરી જતા હતા ત્યારે બેથી ત્રણ શખસે ઝઘડો કર્યો હતો. ત્રણ શખસ ત્યાં આવ્યા હતા. ઉમંગના એક્ટિવા પર તોડફોડ કરી હતી. જે બાબતે ઉમંગે ના પાડતાં ધારિયું બતાવી જતા રહેવા કહ્યું હતું. આ શખસે બાજુમાં પાર્ક કરેલ એક્ટિવા અને સ્પ્લેન્ડરમાં પણ તોડફોડ કરી હતી. તોડફોડ કરનાર એક શખસ ચિરાગ ઉર્ફે ભૂરિયો ઠાકોર હોવાનું જાણવા મળ્યું હતું. ઘાટલોડિયા પોલીસે આ અંગે ગુનો નોંધી આરોપીની શોધખોળ હાથ ધરી છે.
http://sambhaavnews.com/

You might also like