દુનિયાની એક અજાયબી થશે બુલેટપ્રૂફ કાચની દિવાલમાં કેદ, જાણો એફેલ ટાવર વિશે

પેરિસ: દુનિયાભરમાં આકર્ષણનું કેન્દ્ર બનેલા અને પર્યટકોના ટોપ લીસ્ટમાં શામેલ એફેલ ટાવરના દૃશ્યમાં હવે પરિવર્તન આવવાનું છે. હકીકતમાં એફેલ ટાવરની ચારેય બાજુ એક બુલેટપ્રૂફ કાચની દીવાલ બનવા જઈ રહી છે. આ દિવાલ કોઈ પણ આતંકી હુમલા અને એફેલ ટાવરની સુંદરતા માટે બનાવવામાં આવશે.

આ વર્ષના અંત સુધીમાં એફેલ ટાવરની આ જોરદાર અજાયબીની આસપાસ બુલેટપ્રૂફ દીવાલ ઊભી કરવામાં આવશે. સત્તાધિકારીઓના જણાવ્યા પ્રમાણે ગયા વર્ષે યૂરો 2016 ચેમ્પિયનશિપ દરમિયાન ઇમારતની ચારેય બાજુ મેટલની ફેન્સ બનાવવામાં આવી હતી હવે તેની જગ્યાએ કાચની સ્થાયી દીવાલ બનાવવામાં આવશે.

શહેરના આસિસ્ટન્ટ મેયર ઓફ ટુરિઝમ ફ્રાન્સ્વા માર્ટિનના જણાવ્યા પ્રમાણે શહેરની મોભાદાર ઇમારતોને બચાવવા માટે તેઓની સુરક્ષા વધારવી જરૂરી છે અને તેના માટે ફેન્સિંગ જેવા પગલાં ભરવામાં આવી રહ્યા છે.

You might also like