ફ્રાંસમાં પૂરની સ્થિતિમાં આવ્યો સુધારો

પેરિસ: પેરિસમાં વરસાદના પાણીથી ઉફનતી સીન નદીનું પાણીનું સ્તર પાછળના ત્રણ દશકમાં પહેલી વખત તેના ઊંચા લેવલ પર પહોંચવાથી નીચેના અને કિનારાના ક્ષેત્રમાં આવેલા સંગ્રાહલયમાં પૂરનું પાણી ઘૂસી ગયું છે, જેથી ત્યાં પડેલી વસ્તુઓને સુરક્ષા માટે તરત જ હટાવી પડી હતી. હવે પાણીનું સ્તર ધીરે ધીરે ઓછું થવાના કારણે પૂરનો ખતરો ઓછો થતો જોવા મળી રહ્યો છે.

ફ્રાંસના પર્યાવરણ મંત્રાલયની વિજિક્રૂઝ પૂરની વેબસાઇટ પર જાણવા મળ્યું હતું કે નદીનું પાણી સ્તર શનિવારે 6.10 મીટરની ઉંચાઇ સુંધી પહોંચી ગયું હતું. પરંતુ ત્યારબાદ તેમાં ધીરે ધારે પાણી ઓછું થતું જોવા મળી રહ્યું છે અને સાંજે પાંચ વાગ્યા સુધી પાણીનું સ્તર 5.99 મીટર સુધી પહોંચી ગયું હતું. વર્ષ 1910માં સીન નદીનું પાણીનું સ્તર રેકોર્ડ 8.62 મીટર સુધી પહોંચી ગયું હતું.

યૂરોપમાં પૂરના કારણે 18 લોકો મૃત્યુ પામ્યા છે. પૂરના કારણે લોકો પોતાના ઘરમાં ફસાઇ ગયા છે, ઝાડ પડી ગયા છે અને વીજળી પણ જતી રહી છે. રસ્તા અને રેલ્વે માર્ગથી સંપર્ક પણ તૂટી ગયો હોવાનું જાણવા મળ્યું છે.

એએફપીથી મળતી જાણકારી પ્રમાણે અને મળતા સમાચાર મુજબ પૂરના કારણે જર્મનીના બવારિયા એવમ બેડેન વુએરટેમબર્ગ રાજ્યોમાં 11 લોકો મૃત્યુ પામ્યા છે અને ફ્રાંસમાં ચાર, રોમાનિયામાં બે તથા બેલ્જિયમમાં એક વ્યક્તિનું મોત થયું છે.

You might also like