હવે ફરી અનહેલ્ધી નહીં બનુંઃ પરિણી‌િત

લાંબા સમયથી મોટા પરદે ગાયબ રહેનાર પરિણી‌િત ચોપરા ટૂંક સમયમાં યશરાજ બેનરની અાયુષ્માન ખુરાના સાથેની ફિલ્મ ‘મેરી પ્યારી બિંદુ’માં જોવા મળશે. પહેલાં કરતાં વધુ ફિટ દેખાતી પરિણી‌િત કહે છે કે જો મારે હવે કોઈ ફિલ્મ માટે વજન વધારવાનું હશે તો સારી સ્ક્રિપ્ટ હોવા છતાં પણ હું તે ફિલ્મ પસંદ નહીં કરું. તે કહે છે કે વજન ઘટાડવામાં મને ઘણી તકલીફ પડી છે. મારે ઘણી બધી મનગમતી વસ્તુઅોથી દૂર રહેવું પડ્યું છે, જેથી જો હું રોજ ખાવાનું પસંદ કરતી હતી તે હું મ‌િહનામાં માત્ર એક કે બે વખત જ ખાતી હતી.

હેલ્ધી રહેવા માટે કેટલીક વસ્તુઅોથી દૂર રહેવું જરૂરી છે, પરંતુ કોઈ પણ વસ્તુ ખાવાનું સંપૂર્ણપણે દૂર કરી લેવું કોઈ ઇલાજ નથી, કમસે કમ હું તો તેમ નહીં કરું. મને જે ગમે છે તે હું ખાઈ લઉં છું, પરંતુ તે વસ્તુનું ધ્યાન રાખું છું કે અે દિવસે હું જિમ જવાનું ન ભૂલું. એવું કાંઈ પણ નથી, જે મેં સંપૂર્ણપણે ખાવાનું બંધ કરી દીધું હોય, કેમ કે હું જિમ જઈને એડ્જસ્ટ કરી દઉં છું.

પરિણી‌િતને ફિટ બનતાં લગભગ એકાદ વર્ષ થયું છે. તે કહે છે કે જો મને વજન વધારવાની ફિલ્મની અોફર મળશે તો તે અોફર ઠુકરાવી દઈશ. કોઈ ફિલ્મ માટે હું હવે ફરી અનહેલ્ધી બનવા ઇચ્છતી નથી. હું ફિલ્મ કરતાં પહેલાં હજુ એક-બે વર્ષની રાહ જોઈશ. જો કોઈ એવો ડિરેક્ટર મળે કે ખૂબ જ કમાલની ‌િસ્ક્રિપ્ટ હોય તો હું તેના પર વિચારીશ, પરંતુ કારણ વગર અાવા કોઈ રોલ માટે હું હા નહીં કહું.

You might also like