ઓસ્ટ્રેલિયન એમ્બેસેડર બની બોલિવુડની આ અભિનેત્રી…

ઇશકજાદે જેવી ફિલ્મમાં ઉત્કૃષ્ટ અભિનયનો જલવો બતાવી ચૂકેલી પરિણ‌‌ી‌તિ ચોપરાને યુવા દિલોની ધડકન માનવામાં આવે છે. આવામાં સોશિયલ મીડિયા પર શેર થતી તેની તસવીરો ફેન્સને ખૂબ જ પસંદ આવે છે. પરિણ‌‌ી‌તિએ ઇન્સ્ટાગ્રામ પર એક તસવીર શેર કરી, જેમાં તે બિકિનીમાં દેખાય છે. તેને તાજેતરમાં ઓસ્ટ્રેલિયા ટૂરિઝમની બ્રાન્ડ એમ્બેસેડર બનાવાઇ છે. ૨૯ વર્ષીય પરિણ‌‌ી‌તિએ ઓસ્ટ્રેલિયા ટૂરિઝમ માટે જે ફોટોશૂટ કરાવ્યું હતું તે ફોટા સોશિયલ મીડિયામાં ખૂબ જ જોવાયા.

ફિલ્મી કરિયરની બાબતમાં પરિણ‌‌ી‌તિની ગાડી એક વાર ચાલી નીકળી છે. તેની ઝોળીમાં એક પછી એક ઘણી ફિલ્મ આવી રહી છે. તેના ફેન્સ માટે મોટા સમાચાર છે કે તે અક્ષયકુમારની સાથે ‘કેસરી’ ફિલ્મમાં જોવા મળશે. ફિલ્મ નિર્માતા કરણ જોહરે ટ્વિટર પર આ સમાચારને સમર્થન આપ્યું છે. કરણે ટ્વિટર પર પરિણ‌‌ી‌િતને ટેગ કરતાં કહ્યું કે ફિલ્મ ‘કેસરી’ની મુખ્ય અભિનેત્રી પરિણ‌‌ી‌તિ ચોપરા છે. આ ફિલ્મ સારાગઢીના યુદ્ધ પર આધારિત છે.

અક્ષયે થોડા દિવસ પહેલાં ફિલ્મનો ફર્સ્ટ લુક જારી કર્યો હતો. આ લુકમાં અક્ષય શીખના પાત્રમાં છે અને કેસરી રંગની પાઘડી પહેરેલો જોવા મળે છે. તેણે પોતાની એક તસવીર શેર કરતાં અસીમિત ગર્વ અને આભાર વ્યક્ત કર્યો. તેણે કહ્યું કે નવા વર્ષ ૨૦૧૮ની શરૂઆત હું મહત્ત્વાકાંક્ષી પ્રોજેક્ટ અને ફિલ્મ ‘કેસરી’થી કરી રહ્યો છું. તમારી દુઆઓ અને પ્રેમની હંમેશાં જરૂર રહેશે. •

You might also like