એકતા કપૂરની નવી ફિલ્મની જાહેરાત થઇ ચૂકી છે. આ ફિલ્મ માટે સિદ્ધાર્થ મલ્હોત્રા ફાઇનલ થવાની અટકળો પહેલાંથી લાગી રહી હતી, પરંતુ તેની સામે હીરોઇનની પસંદગી બાબતે અસમંજસ હતી. શ્રદ્ધા કપૂર અને ક્રીતિ સેનનના નામ પર ચર્ચા પણ શરૂ થઇ હતી, પરંતુ આ બધાની વચ્ચે પરિણીિત ચોપરાએ બાજી મારી લીધી છે.
ફિલ્મ ‘બિહાર’ એક પરિણીત કપલના કિડનેપિંગ પર આધારિત છે. સૂત્રોના જણાવ્યા અનુસાર એકતા આ ફિલ્મમાં યંગ સ્ટારને લેવા ઇચ્છતી હતી. આ માટે તેણે પરિણીતિનો સંપર્ક કર્યો. પરિણીતિને તેની સ્ક્રિપ્ટ ખૂબ ગમી અને તેણે હા કહી દીધી. તાજેતરમાં પરિણીિતએ ‘નમસ્તે લંડન’નું શૂટિંગ પૂરું કર્યું છે.
આ સિવાય તેની પાસે અક્ષયકુમારની ફિલ્મ ‘કેસરી’ પણ છે. તેનું શૂટિંગ ચાલી રહ્યું છે. એકતાની ફિલ્મનું શૂટિંગ પરિણીતિ અને સિદ્ધાર્થ આવતા મહિને શરૂ કરશે. આ શૂટિંગ માટે ફિલ્મની ટીમ પટણા જશે. ફિલ્મમાં પોતાના રોલ માટે સિદ્ધાર્થ અને પરિણીતિ ત્યાંની ભાષા શીખવાની કોશિશ કરી રહ્યાં છે. આ બંને ખૂબ જ જલદી દેશી અવતારમાં જોવા મળશે. આ ફિલ્મ માટે લોકેશન્સની શોધ ચાલી રહી છે.
ઉલ્લેખનીય છે કે પરિણીતિએ થોડા સમય પહેલાં કરિયરમાં બ્રેક લઇને ફિટનેસ પર ખૂબ જ કામ કર્યું. જ્યારથી તે પાછી ફરી છે તેની પાસે ફિલ્મોની કોઇ કમી નથી. ખરાબમાં ખરાબ સમયમાં પણ પોતાના ચહેરા પર દુઃખની એક પણ લકીર ન આવવા દેનારી પરિણીતિ કહે છે કે આપણી મુશ્કેલી એ છે કે અાપણે બહારથી સારું દેખાવું છે.
અંદરથી સારું અનુભવવું છે, પછી ભલે તમે ગમે તેટલી મુસીબતનો સામનો કરી રહ્યાં હોય. ચહેરા પર પરેશાની દેખાય તો નિષ્ફળતા તમને અંદરથી પકડી લે છે. તેથી કોઇ પણ જાતની પરેશાની ચહેરા પર દેખાવી ન જોઇએ.•