કેસરી’ માટે ત્રણ મિનિટમાં જ કહી દીધી હતી હાં: પરિણી‌તિ

બોલિવૂડ અભિનેત્રી પરિણી‌તિ ચોપરાએ ‘ઇશકજાદે’થી કરિયરની શરૂઆત કરી ત્યારે લોકોને હતું કે તે કાઠું કાઢશે, પરંતુ છ વર્ષમાં તેણે કરેલી ફિલ્મોમાંથી મોટા ભાગની ફ્લોપ રહી. તેની છેલ્લી બે ફિલ્મ ‘ગોલમાલ’ અને ‘કેસરી’ હિટ રહી. પરિણી‌તિ કહે છે કે હું કરણ જોહરને મળવા તેની ઓફિસ ગઇ હતી. કરણે મને બે લાઇનમાં ફિલ્મની કહાણી કહી હતી, પછી તેનું એક ગીત મને સંભળાવ્યું હતું અને મેં ત્રણ મિનિટમાં ફિલ્મ કરવા હાં કહી હતી.

થોડા સમયમાં પરિણી‌તિ ‘‌જબરિયા જોડી’ ફિલ્મમાં જોવા મળશે. તે કહે છે કે બાલાજી ટેલિફિલ્મ્સ અને કરવા મીડિયા એન્ડ એન્ટરટેઇનમેન્ટના બેનર હેઠળ બનેલી ફિલ્મ ‘જબરિયા જોડી’માં હું સિદ્ધાર્થ મલ્હોત્રા સાથે લાંબા સમય બાદ જોવા મળીશ. પાંચ વર્ષ પહેલાં અમે બંનેએ ફિલ્મ ‘હંસી તો ફંસી’માં સાથે કામ કર્યું હતું. બિહારી ભાષામાં જબરદસ્તીને જબરિયા કહેવાય છે. તેથી આ ફિલ્મનું શીર્ષક તેવું રખાયું છે.

હોલિવૂડની થ્રિલર ફિલ્મ ‘ધ ગર્લ ઓન ધ ટ્રેક’ની હિંદી રિમેકમાં પણ પરિણીતિ કામ કરી રહી છે. ફિલ્મનું ટાઇટલ હજુ ફાઇનલ થયું નથી. આ ફિલ્મ અત્યાર સુધી મેં કરેલી ફિલ્મોથી સાવ અલગ છે. ફિલ્મમાં હું નશાની વ્યસની અને ડિવોર્સી મહિલાની ભૂમિકામાં જોવા મળીશ, જે એક પુસ્તક પર આધારિત છે. આ ઉપરાંત પરિણીતિ ‘સંદીપ ઔર પિન્કી ફરાર’માં પણ કામ કરી રહી છે. જે પોતાનો જીવ બચાવવા અને દુશ્મનોથી બચવા માટે અલગ અલગ શહેરમાં જાય છે. ફિલ્મમાં તેની ઓપોઝિટ અર્જુન કપૂર છે. અર્જુન સાથેની આ તેની ત્રીજી ફિલ્મ છે.

You might also like