વજન ઉતાર્યા બાદ જ મેં બે ફિલ્મો સાઈન કરીઃ પરિણીતિ

પરિણીત ચોપરા છેલ્લે ફિલ્મ ‘કિલ દિલ’માં રણવીરસિંહ અને ‘દાવત-અે-ઇશ્ક’માં અાદિત્ય રોય કપૂર સાથે જોવા મળી હતી, પરંતુ બંને ફિલ્મો બોક્સ અોફિસ પર પટકાયા બાદ પરિણીતિ જાણે રૂપેરી પડદેથી ગાયબ થઈ ગઈ. હવે તે પૂરી તૈયારી સાથે યશરાજ બેનરની ‘મેરી પ્યારી બિંદુ’થી મેદાનમાં પાછી ફરી છે. અા ફિલ્મનું શૂટિંગ પૂરું થવા અાવ્યું છે. તે કહે છે કે ‘મેરી પ્યારી બિંદુ’ ફિલ્મનું શૂટિંગ અમે ઝડપથી પૂરું કર્યું. અા અનુભવ ખૂબ જ થકવી દેનારો હતો. મેં સતત ૨૫-૨૫ કલાક કામ કર્યું છે. પરિણીતિ કહે છે કે લોકો ભલે એમ કહે કે બ્રેક બાદ ફિલ્મોમાં પરત ફરું છું, પરંતુ મેં બ્રેક લીધો ન હતો. અા દરમિયાન હું મારી જાત પર કામ કરી રહી હતી. હું હેલ્ધી હતી અને મારી જાતને ચુસ્ત બનાવવા ઇચ્છતી હતી. તેથી સૌથી પહેલાં મેં મારું વજન ઉતાર્યું.

પરિણીતિઅે શું બોલિવૂડની સેક્સી અભિનેત્રીઅોને જોઈને સ્લિમ એન્ડ ટ્રીમ થવાનો નિર્ણય લીધો. અા અંગે વાત કરતાં તે કહે છે કે ના એવું તો નથી, પરંતુ મને એવું લાગતું હતું કે મારા શરીરનું વજન થોડું વધારે છે. લોકોઅે તેને પોઝિટીવલી લીધું, જોકે વજન ઉતાર્યા બાદ જ મેં બે ફિલ્મો ‘મેરી પ્યારી બિંદુ’ અને ‘તકદુમ’ સાઈન કરી. અા ઉપરાંત પરિણીતિ ‘ચમેલી કી સાદી’ની રિમેકમાં પણ કામ કરવા જઈ રહી છે, તેમાં તેની સાથે પંજાબી અભિનેતા અને સિંગર દલ‌િજત સ્ક્રીન શેર કરશે. અા ફિલ્મ ૧૯૮૬માં અાવેલી ફિલ્મ ‘ચમેલી કી સાદી’ની રિમેક હશે, જેમાં અનિલ કપૂર અને અમૃતા સિંહે મુખ્ય ભૂમિકા ભજવી હતી. •

You might also like