તમારું દિલ કહે તે કરોઃ પરિણીતિ

પરિણીતિ ચોપરાઅે ‘લેડી વિ. રિકી બહલ’ ફિલ્મથી બોલિવૂડમાં એન્ટ્રી કરી. અા ફિલ્મમાં તેનો અભિનય ખરેખર નોંધપાત્ર હતો. ચુલબુલી દેખાતી પરિણી‌િતને લોકોઅે વખાણી, જોકે બે-ત્રણ ફિલ્મ બાદ તેના વજનને લઈને ટીકાઅો પણ થવા લાગી. પરિણી‌િતઅે ફિલ્મમાંથી બ્રેક લઈને  સ્લિમ અને ટ્રીમ થવાનો નિર્ણય કર્યો. તે કહે છે કે મને જાડા હોવાના કારણે ફિલ્મો મળવાનું બંધ થાય તેવો કોઈ ડર ન હતો. જો એમ હોત તો મેં ચાર વર્ષ રાહ ન જોઈ હોત. મારા શરીરના લીધે મારી કાર‌િકર્દી પર કોઈ અસર થઈ નથી. મેં સ્લિમ થવાના બદલે હેલ્ધી થવા પર ધ્યાન અાપ્યું. મને ખુશી છે કે હું મારા ઇરાદામાં સફળ રહી. બોલિવૂડમાં અાજે સફળ અભિનેત્રી અે જ છે, જે શેપમાં છે. કોઈ પણ અભિનેત્રી માટે જાડાપણું કરિયરમાં બાધારૂપ બની શકે છે, પરંતુ હું કોઈ પણ વ્યક્તિના કહેવા પર મારા શરીર સાથે ચેડાં ન કરું. અાપણે પાતળાં ત્યારે થવું જોઈઅે જ્યારે અાપણું દિલ કહે. કોઈ પણ યુવતીઅે દબાણમાં અાવીને  સ્લિમ અેન્ડ ટ્રીમ થવાનો નિર્ણય ન લેવો જોઈઅે.

પરિણી‌િત જ્યારે ફિલ્મમાં અાવી ત્યારે બબલી, ઉત્સાહી અને થોડી હાઈપર પણ દેખાતી હતી, જોકે અાજે તેના સ્વભાવમાં પરિવર્તન અાવ્યું છે. તે કહે છે કે તમે મારા ચંચળ, માસૂમ સ્વભાવને યાદ કરી રહ્યા છો, પરંતુ ત્યારે મારી ઉંંમર ૨૨-૨૩ વર્ષ હતી. અાજે હું ૨૭ વર્ષની છું. મારી જિંદગીમાં એવા લોકો અાવ્યા, જેમના કારણે મારા સ્વભાવમાં પરિવર્તન અાવ્યું. કેટલીક ઘટનાઅો પણ અાપણી જિંદગીમાં અસર કરતી હોય છે. સમયની સાથે જીવન બદલાય છે. અાપણે બદલાવા પર મજબૂર થઈ જઈઅે છીઅે. મારા સ્વભાવમાં જો ગંભીરતા દેખાતી હોય તો તે સત્ય છે. હું તેને સાચો પ્રભાવ માનીશ. મારામાં પરિવર્તન જરૂરી હતાં. •

You might also like