પ્રિયંકા વન મેન આર્મીઃ પરિણિતી ચોપરા 

બોલિવૂડ અભિનેત્રી પરિણિતી ચોપરાની ક‌‌ઝીન પ્રિયંકા ચોપરા હાલમાં હોલિવૂડમાં ડંકો વગાડી રહી છે. પરિણિતી પોતાની બહેનનાં વખાણ કરતાં કહે છે કે પ્રિયંકા વન મેન આર્મી છે. હું તેનાથી ખૂબ જ પ્રેરિત છું. તેણે અત્યાર સુધીની પોતાની કરિયરમાં ખૂબ જ મહેનત કરી છે. તેની બોલિવૂડથી હોલિવૂડ સુધીની સફર દરેક વ્યક્તિને પ્રેરણા આપનારી છે. સાથે-સાથે ત્યાં સુધી પહોંચવા માટે મને ઉત્સાહ પણ આપે છે. પ્રિયંકાએ પશ્ચિમમાં ભારતીય અભિનેત્રીઓને એક અલગ ઓળખ આપી છે.
આજે વિશ્વભરમાં ભારતીય અભિનેત્રીઓએ અલગ ઓળખ બનાવી છે અને તેનું કારણ પ્રિયંકા ચોપરા અને દીપિકા પદુકોણ જેવી અભિનેત્રીઓ છે. ભારતીય હીરોઇનોએ સમગ્ર વિશ્વમાં જે જગ્યા બનાવી લીધી છે તેનો લાભ ભારતીય હીરોઇનોને મળતો રહેશે. પરિણિતીકહે છે કે હું પ્રિયંકાના નકશેકદમ પર ચાલવા ઇચ્છું છું. તે મારી બહેન હોવાથી હું તેના માટે અંગત લાગણી અનુભવું છું. બોલિવૂડમાં કઇ અભિનેત્રીની ફેશનથી પરિણી‌િત પ્રભાવિત છે તે અંગે જણાવતાં તે કહે છે કે મને કંગના રાણાવતની ફેશનમાં પ્રયોગ કરવાની સ્ટાઇલ ગમે છે. અનુષ્કા પણ બિનધાસ્ત રેગ્યુલર વેર પહેરે છે, જે મને ગમે છે. •

You might also like