ઉપલેટાના ખાખીજાળિયાનો બનાવઃ પરિણીતાએ બે સંતાનો સાથે કર્યું અગ્નિસ્નાન

રાજકોટના ઉપલેટા તાલુકાના ખાખીજાળિયા ગામે રહેતી પરિણીતાએ બે માસૂમ સંતાનો સાથે અગ્નિસ્નાન કરી લીધું હોવાનો બનાવ બનતાં ચકચાર મચી ગઈ છે. રક્ષાબંધનના પર્વ નિમિત્તે પિયર જવાની ના કહેતાં પરિણીતાએ પગલું ભરી લીધાની શંકા સેવાઇ રહી છે. આ મામલે પોલીસે વધુ તપાસ શરૂ કરી છે.

મળતી માહિતી મુજબ ખાખીજાળિયા ગામે રહેતાં લીલાબહેન જીતેન્દ્રભાઇ કમ્બો‌િડયા (ઉ.વ.૩૦) અને તેમના બે પુત્ર રાજ (ઉં.વ.પ) તથા મનીષ (ઉં.વ.૩) સાથે શુક્રવારે સાંજે પાંચેક વાગ્યે પોતાના ઘરે ભેદી સંજોગોમાં સળગેલી હાલતમાં મળી આવ્યાં હતાં.

ત્રણેયને ઉપલેટાની ખાનગી બાદ રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડાયાં હતાં, જ્યાં ફરજ પરના તબીબે ત્રણેયને મૃત જાહેર કર્યાં હતાં. બનાવની જાણ થતાં જેતપુર ડીવાયએસપી ભરવાડ સહિતનો કાફલો ખાખીજા‌િળયા ગામે દોડી ગયો હતો.

પોલીસસૂત્રોના જણાવ્યા મુજબ લીલાબહેન અને તેમના બે પુત્ર પ્રાઇમસ ફાટતાં દાઝી ગયાંની તેમના પતિ જીતેન્દ્રએ પોલીસમાં પ્રાથમિક જાણ કરી હતી, પરંતુ પોલીસે સ્થળ પર તપાસ કરતાં લીલાબહેને બે પુત્રને સળગાવી પોતે અગ્નિસ્નાન કરી લીધું હતું. લીલાબહેને રક્ષાબંધન નિમિત્તે પિયર જવાની તૈયારી કરી હતી.

રક્ષાબંધનના પર્વ પર પિયર જવાની ના કહેતાં તેમણે અા પગલું ભરી લીધાની શંકા છે, જોકે મૃતક લીલાબહેનના પતિ તેમજ તેમનાં પિય‌િરયાંઓની પૂછપરછ બાદ સાચી હકીકત બહાર આવશે.

ત્રણેય મૃતદેહનું રાજકોટ સિવિલ હોસ્પિટલમાં પોસ્ટમોર્ટમ કરાવવાની પોલીસે તજવીજ શરૂ કરી હતી. બનાવથી ખાખીજા‌િળયા ગામમાં ગમગીની છવાઇ ગઇ હતી. જેતપુર પોલીસે આ અંગે હાલ વધુ તપાસ શરૂ કરી દીધી છે.

divyesh

Recent Posts

ભારતમાં લોકસભાનો ચૂંટણીજંગ લડાશે રાષ્ટ્રવાદના મુદ્દે

લોકસભાની આગામી ચૂંટણી કેન્દ્રમાં નરેન્દ્ર મોદીની સરકારની કામગીરી અને વિકાસના મુદ્દે જ લડાવાની હતી. તેના માટેની તમામ તૈયારી શાસક પક્ષ…

20 hours ago

10 પાસ માટે પોલીસમાં પડી છે ભરતી, 63,200 રૂપિયા મળશે SALARY…

જમ્મૂ-કાશ્મીર પોલિસમાં ઘણી જગ્યાઓને લઇને ભરતી બહાર પાડવામાં આવી છે. આ ભરતીના માધ્યમથી કોન્સ્ટેબલના પદ પર ઉમેદવારોની પસંદગી કરવામાં આવશે.…

21 hours ago

સાપ્તાહિક રાશિ ભવિષ્ય: જાણો કઇ રાશિને થશે ધનનો લાભ, કોને થશે કારકિર્દીક્ષેત્રે પ્રગતિ

મેષઃ તમારાં કાર્યો પ્રત્યે તમે લોકોનું ધ્યાન તમારા તરફ ખેંચવાના પ્રયત્ન કરી શકશો. તમારા વ્યક્તિત્વ ઘડતર પાછળ સમાજ પણ મહત્ત્વની ભૂમિકા…

21 hours ago

વોશિંગ્ટનમાં એક હોટલે ગ્રાહકો માટે કોન્ટેસ્ટ શરૂ કરી, જાણી ચોંકી જશો તમે…

અમેરિકાના ન્યૂ ઓરલેન્સ સ્થિત રુઝવેલ્ટ હોટલને ૧૨૫ વર્ષ પૂરાં થઇ ચૂક્યાં છે. મેનેજમેન્ટ આ અવસરને અનોખી રીતે મનાવવાનો પ્લાન કરે…

22 hours ago

એશિયન કુસ્તીની યજમાની છીનવી UWWએ ભારતને મોટો ઝટકો આપ્યો

નવી દિલ્હી: વિશ્વ કુસ્તીના ટોચના એકમ (UWW)એ ગઈ કાલે ભારતને એક મોટો ઝટકો આપતાં આ વર્ષે જુલાઈમાં યોજાનારી જુનિયર એશિયન…

23 hours ago